Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

મોંઘવારી ભથ્થુ ગણવાની રીત બદલાશે

નવી દિલ્હી,  તા. ૩ : સરકારે મોંઘવારી ભથ્થા (ડીએ) ની ગણત્રી માટેના વિકલ્પો પર વિચારણા શરૂ કરી દીધી છે. લોકડાઉનની અવધિમાં ડેટા એકઠા કરવામાં રૂકાવટ આવી છે. ડીએ અને ગ્રામ્ય વિસ્તારોમાં વેતનની ગણત્રી કરવા માટે બે ઇન્ડેક્ષ-કંઝયુમર પ્રાઇસ ઇન્ડેક્ષ-ઇન્ડસ્ટ્રીયલ વર્કર (સીપીઆઇ-આઇડબ્લ્યુ) કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્ષ-એગ્રીકલ્ચરલ લેબર (સીપીઆઇ-એએલ)નો ઉપયોગ કરવામાં આવે છે.

લોકડાઉનના કારણે ફીલ્ડ અધિકારીઓ સર્વે કરવામાં સક્ષમ ન હોવાના કારણે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને નક્કી કરવા માટે સરકાર જૂના ડેટાનો ઉપયોગ કરી શકે છે અથવા ગણત્રીની રીત બદલી શકે છે.

એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, આ અંગેનો નિર્ણય લોકડાઉન સમાપ્ત થયા પછી જ લેવાશે. જો કે, એક મહીના માટે આઇ ડબલ્યુ પર આધારિત ડીએમાં આગામી સુધારો જુલાઇમાં થવાનો છે.

(11:36 am IST)