Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

લોકડાઉનમાં સફાઈ કરવા આવેલા કર્મચારી પર લોકોએ કરી ફૂલની વર્ષા

લોકો પોત-પોતાના ઘરોમાંથી બહાર નીકળ્યા અને સફાઈકર્મીઓને નોટોની માળા પહેરાવી

અમૃતસર, તા.૩: પંજાબમાં કોરોના વાયરસના સંક્રમણને ફેલાવાથી રોકવા માટે લાગૂ કરવામાં આવેલ લોકડાઉનની વચ્ચે નાભા વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સફાઈકર્મીના સન્માન માટે લોકો તેમના પર ફૂલોની વર્ષા કરી રહ્યા છે અને સાથે જ નોટોની માળા પહેરાવી રહ્યા છે. આ વીડિયોને જોતા મુખ્યમંત્રી અમરિંદર સિંહે કહ્યું કે, વિપરીત પરિસ્થિતિઓમાં આતંરિક ભાવનાઓ સામે આવે છે. એક મીનિટના વીડિયોમાં જોઈ શકાય છે કે બે સફાઈકર્મી વાહન લઈને પટિયાલા નાભા વિસ્તારની એક સોસાયટીમાં પ્રવેશ કરી રહ્યા છે અને ત્યાંના નિવાસી તેમના ઘરોની છત પર જઈને તે સફાઈકર્મીઓ પર ફૂલોની વર્ષા કરી રહ્યા છે અને તાળીઓ પાડીને તેમનું સન્માન કરી રહ્યા છે.

વીડિયો અનુસાર, ૩ લોકો પોત-પોતાના ઘરોમાંથી બહાર નીકળ્યા અને સફાઈકર્મીઓને નોટોની માળા પહેરાવી. સાથે જ તેમની સેવા બદલ તેમનો આભાર વ્યકત કર્યો. આ વીડિયોને શેર કરતા પંજાબના મુખ્યમંત્રીએ લખ્યું, એ જોઈને ખુશી થઈ કે દરેક લોકો સફાઈકર્મીઓનું સન્માન કરી રહ્યા છે અને તેમના પ્રત્યે પ્રેમ દેખાડી રહ્યા છે. મુશ્કેલીના સમયે લોકોની ભાવના સામે આવતી જોઈને સારૂ લાગી રહ્યું છે.

(11:34 am IST)