Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

કોરોનાનો મૃત્યુઆંક ૫૩૦૦૦ને પાર : ૧૦ લાખ દર્દીઓ

વિશ્વભરમાં રોકેટ ગતિએ વધી રહ્યો છે આંકડો : સ્પેનમાં ૧૦ હજારથી વધુએ જીવ ગુમાવ્યાઃ અમેરિકામાં સ્થિતિ ભયાનક ૬૦૭૦ના મોત : ફ્રાન્સમાં ૫૦૦૦થી વધુના મોત : જર્મનીમાં ૮૪,૬૦૦ પોઝીટીવ કેસ

નવી દિલ્હી તા. ૩ : કોરોનાના લીધે વિશ્વના ૧૮૧ દેશોમાં સંક્રમિત દર્દીઓનો આંકડો વધીને ૧૦ લાખને પાર થયો છે. જ્યારે આ મહામારીના લીધે ૫૧ હજારથી વધુ લોકોના મોત થયા છે. જોન હોપકિન્સ યુનિવર્સિટી કોરોના ટ્રેકિંગ સેન્ટરના જણાવ્યા મુજબ, ગુરૂવાર મોડી રાત સુધી કોરોનાથી અમેરિકામાં ૨,૩૬,૩૩૯, ઇટાલીમાં ૧,૧૫,૨૪૨, સ્પેનમાં ૧,૧૦,૨૩૮ જર્મનીમાં ૮૪,૬૦૦ ચીનમાં ૮૨,૪૩૨ ફ્રાંસમાં ૫૯,૯૨૯, ઇરાનમાં ૫૦,૪૬૮, યુનાઇટેડ કિંગડમમાં ૩૪,૧૬૪, સ્વિટ્ઝર્લેન્ડમાં ૧૮,૮૨૭ અને તુર્કીમાં ૧૮,૧૩૫ પોઝીટીવ કેસ સામે આવ્યા છે.

સંયુકત રાષ્ટ્ર પ્રમુખ અંતોનિયો ગુતારેસે બીજા વિશ્વ યુધ્ધ બાદ માનવતા સમક્ષ સૌથી ભીષણ સંકટ તરીકે ઉભરીને આવ્યું છે. ઇટલી અને સ્પેનમાં કોરોના વાયરસે કહેર મચી ગયો છે. અને સંપૂર્ણ ટાપુમાં પ્રત્યેક ચાર મોતમાંથી ત્રણ મોત આ દેશોમાં થઇ રહી છે. સ્થિતિ સ્પષ્ટ છે કે પૃથ્વીની લગભગ અડધી વસ્તી આ સમયે લોકડાઉનમાં ઝકડાયેલા છે જેથી સંક્રમણને ફેલાવાથી રોકી શકાય છે.

ભારતમાં ૨૧ દિવસોનું લોકડાઉન કરવા છતાંય ત્યાં કોરોના વાયરસનો સંક્રમણ થમવાનું નામ લઇ રહ્યું નથી. દેશમાં કોવિડ-૧૯ના પોઝીટીવ કેસનો આંકડો ૨૦૦૦ને પાર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ હજુ સુધી દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ૨૦૬૯ થઇ ગઇ છે. બીજીબાજુ અત્યાર સુધી આ વૈશ્વિક મહામારીથી ૫૩ લોકોના મોત થઇ ચુકયા છે. કોરોના દર્દીની કુલ સંખ્યા ૪૦૦થી વધુ કેસ નિઝામુદ્દીનના મરકજના તબલીગી જમાતના લોકોનો છે.

કોરોના વાયરસની અસર વિશ્વમાં અર્થવ્યવસ્થા પર પડી રહી છે. વર્લ્ડ બેંકની હાલમાં રીપોર્ટના જણાવ્યા મુજબ આ વૈશ્વિક મહામારીના લીધે એશિયામાં અંદાજે ૧.૧ કરોડ લોકો ગરીબ થશે. રીપોર્ટના જણાવ્યા મુજબ કોરોનાને લીધે આ વર્ષ ચીન અને અન્ય પૂર્વી એશિયા, પ્રશાંત દેશોમાં અર્થવ્યવસ્થાની રફતાર ખૂબ જ ધીમી રહેશે.

વિશ્વની મહાશકિત અમેરિકામાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા વધીને ૨૪૪,૮૭૭ થઈ ગઈ છે અને અહીં આ મહામારીને કારણે ૬૦૭૦ લોકોના મોત થયા છે. જયારે આ ઉપરાંત ૧૦,૪૦૩ લોકો આ બીમારીથી ઠીક થયા છે.

ઈટલીમાં હાલમાં ૧,૧૫,૨૪૨ લોકો આ મહામારીના ઝપેટમાં આવ્યા છે અને કુલ ૧૩૯૧૫ લોકો અત્યાર સુધી પોતાનો જીવ ગુમાવી ચૂકયા છે. અહીં રિકવર થનાર લોકોની સંખ્યા ૧૮૨૭૮ છે.

સ્પેનમાં અત્યાર સુધી કોરોના વાયરસથી ૧૧૨૦૬૫ કેસ સામે આવી ચૂકયા છે અને કુલ ૧૦૩૪૮ લોકો મોતના મુખમાં હોમાયા છે. જોકે અહીં પણ ૨૬૭૪૩ લોકો આ બીમારી બાદ ઠીક પણ થયા છે.

ફ્રાન્સમાં ૫૯૧૦૫ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે અને અહીં ૫૩૮૭ લોકો મોતને ભેટ્યા છે.

(11:21 am IST)