Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

જમ્મૂ કાશ્મીરમાં જજે ભારતીય સંવિધાનની સૌ પ્રથમ શપથ લીધી: ઓનલાઈન થયો સમારોહ

 

નવી દિલ્હી : એડવોકેટ રજનીશ ઓસ્વાલ જમ્મૂ કાશ્મીર હાઈકોર્ટના જજોની શ્રેણીમાં સામેલ થઈ ગયા છે. ગુરૂવારે તેમણે શપથ લીધી હતી. હાઈકોર્ટના ચીફ જસ્ટીસ ગીતા મિત્તલે તેમને શપથ લેવડાવી હતી. ઓસવાલ હાઈકોર્ટના પહેલા એવા જજ છે જેમણે ભારતીય સંવિધાન અુનંસાર શપથ લીધી. પહેલા જમ્મૂ કાશ્મીરમાં પોતાનું સંવિધાન હતું.

જમ્મૂ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ પૂનર્ગઠન થવા પર હાઈકોર્ટની કાર્યવાહી ભારતીય સંવિધાન પ્રમાણે ચાલશે. કોરોના વાયરસના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને લઈને શપથ ગ્રહણ ઓનલાઈન રાખવામાં આવ્યો હતો. પહેલા હાઈકોર્ટના રજિસ્ટ્રાર સંજય ઘરે રાષ્ટ્રપતિના વોરંટને વાંચીને શંભળાવ્યું હતું. ઉપરાજ્ય પાલ પ્રમાણિત પત્રને પણ વાંચવામાં આવ્યો. શપથ સમારોહમાં ડીજીપી દિલબાગ સિંહ, એડવોકેટ જનરલ સહિતના કેટલાક અન્ય જજ હાજર હતા.

જસ્ટીસ એસ્વાલના આવવાથી જજોની સંખ્યા 9 થઈ ગઈ છે. જો કે હજુ પણ 8 જજો ઓછા છે. હાઈકોર્ટમાં જજોના કુલ 17 પદ મંજૂર છે. વર્ષ 1973માં જન્મેલા ઓસ્વાલ જમ્મૂ યૂનિવર્સિટિમાં એલએલબીમાં ગોલ્ડ મેડાલીસ્ટ છે

(12:08 am IST)