Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

ફેશન ડિઝાઇનર અગ્નિમિત્રા પોલને પ.બંગાળ ભાજપ મહિલાના અધ્યક્ષ બનાવાયા

કોલકતાઃ બોલીવુડના ફેશન ડિઝાઇનર અને ગત વર્ષે જ ભાજપમાં જોડાયેલ અગ્નિમિત્રા પોલને ભાજપે મોટી જવાબદારી આપી બંગાળ મહિલાના મોરચાના અધ્યક્ષ બનાવ્યા છે. તેઓ લોકેટ ચેટર્જીની જગ્યાએ કાર્યભાર સંભાળશે. અગ્નિમિત્રા આસનસોલના રહેવાસી છે. તેમણે પોતાના ફેશન ડિઝાઇનીંગ કેરીઅરની શરૂઆત ૨૦૦૧માં કરી હતી. તેમણે શ્રીદેવી સહિતની ઘણી અભિનૈત્રીઓ માટે વસ્ત્રો ડિઝાઇનીંગ કર્યા છે. આ સીવાય તેમણે ટોલીવુડ ફિલ્મો માટે પણ ડિઝાઇનીંગ કરી ચુકયા છે. તેમણે ''INGA'' નામની બ્રાન્ડ વિકસાવી છે. તેઓ પશ્ચિમ બંગાળની જાધવપુર યુનિવસીટીમાં છાત્રોના ટોળા દ્વારા થયેલ હિંસા વિરુધ્ધ ફરીયાદ નોંધાવતા લાઇમ લાઇટમાં આવેલ. તેમણે ભીડ દ્વારા ગાળો આપ્યાની તથા કપડા ફાડયાની ફરીયાદ નોંધાવેલ. આ યુનિવસીર્ટીમાંથી જ અગ્નિમિત્રાએ એમબીએની ડિગ્રી મેળવેલ.

(4:07 pm IST)