Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

૬૫ ટકા લોકો પીએમ મોદીના કાર્યથી રાજી

સી વોટરનો સર્વે : નવીન પટનાયક સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી

નવી દિલ્હી તા. ૨ : સી વોટર દ્વારા કરેલા સર્વેક્ષણ મુજબ વડાપ્રધાન મોદીને ૬૫ ટકા સમર્થન પ્રાપ્ત છે અને ઓડિશાના નવીન પટનાયક દેશના દરેક મુખ્યમંત્રીઓમાં સૌથી વધુ લોકપ્રિય છે. રિસર્ચ ફર્મ સી વોટરે સૌથી મોટો, નિશ્ચિત અને સ્વતંત્ર સર્વેક્ષણ, સ્ટેટ ઓફ ધ નેશન ૨૦૨૦, મે કહેનારા આ સર્વેક્ષણનું આયોજન કર્યું. તેના હેઠળ દેશના પ્રત્યેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના ૩ હજારથી વધુ લોકોની પ્રતિક્રિયાઓને લેવામાં આવ્યા.

મોદી જેને હાલમાં તેમાં બીજા કાર્યકાળની પ્રથમ વર્ષગાંઠ મનાવી તેના સર્વેક્ષણમાં ૬૫.૬૯ ટકા લોકોનું સમર્થન મળ્યું. ઓડિશાએ મોદીને તેના પ્રદર્શન માટે ૯૫.૬ અંક આપ્યા. ત્યારબાદ હિમાચલ પ્રદેશ ૯૩.૯૫ અને છત્તીસગઢે ૯૨.૭૩ ટકા આપ્યા. દેશભરમાં સર્વેક્ષણમાં સામેલ ૫૮.૩૬ ટકા લોકો પીએમ મોદીના પ્રદર્શનથી ખૂબ જ સંતુષ્ટ હતા. જ્યારે ૨૪.૦૪ ટકા એ કહ્યું કે, તે કેટલીક હદે સંતુષ્ટ છે અને બાકી રહેલા ૧૬.૭૧ ટકા સંતુષ્ટ નહોતા.

સર્વેક્ષણમાં જણાવામાં આવ્યું છે કે, સર્વ શ્રેષ્ઠ મુખ્યમંત્રી બનવાની દોડમાં ઓડિશાના નવીન પટનાયક, છત્તીસગઢના ભૂપેશ બધેલ અને કેરળના પિનારથી વિજયન વચ્ચે સ્પર્ધા હતી.

(4:04 pm IST)