Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

૭ કરોડ ખેડૂતો માટે ખુશખબરી !

ખેતી લોન ઉપર ૩૧ ઓગસ્ટ સુધી માત્ર અટલું જ વ્યાજ આપવું પડશે

નવી દિલ્હી, તા. ૨:  કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર દેશમાં ૭ કરોડ ખેડૂતોને મોદી સરકારે મોટી રાહત આપી છે. ખેતી-કિસાની લોન ઉપર હવે ૩૧ ઓગસ્ટ સુધી માત્ર ૪ ટકા જ વ્યાજ લાગશે. આ અંગેની જાણકારી કેન્દ્રિય કૃષી મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આપી હતી. મંત્રીમંડળના નિર્ણયની જાણકારી આપતા તેમણે કહ્યું હતું કે, અત્યારે અનેક જગ્યાએ ખરીદી ચાલી રહી છે પરંતુ લોકડાઉનને ધ્યાનમાં રાખીને વધારવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ તારીખ બીજી વખત આગળ વધારી છે. ૩૧ માર્ચ પછી જે લોકો કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર લીધેલી લોનને પરત કરે છે તેમને ઓછામાં ઓછું ૭ ટકા વ્યાજ આપવું પડશે. લોકડાઉનને ધ્યાનમાં રાખીને ૩૧ માર્ચને વધારીને પહેલા ૩૧ મે કરવામાં આવ્યો હતો. સોમવારે આને વધારીને ઓગસ્ટ સુધી વધારવામાં આવ્યું છે.

આનાથી શું થશે ?

આનો મતલબ સાફ છે કે, કિસાન કેસીસી કાર્ડના વ્યાજને માત્ર ૪ટકા  પ્રતિ વર્ષના જૂના રેટ ઉપર જ ભરી શકે છે. કોરોના વાયરસ લોકડાઉનમાં ખેડૂતોને રાહત આપવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.ખેતી-કિસાની માટે કેસીસી ઉપર લીધેલી ત્રણ લાખ રૂપિયા સુધીની લોનનો વ્યાજદર આમ તો ૯ ટકા છે. પરંતુ સરકાર આમાં ૨ ટકાની સબસિડી આપે છે. આમ આ ૭ ટકા થાય છે. પરંતુ સમય ઉપર પરત પાછી આપવા ઉપર ત્રણ ટકાની છૂટ મળે છે. આમ, ઈમાનદાર ખેડૂતોને આ માત્ર ૪ ટકા રહી જાય છે.સામાન્ય રીતે, બેન્કો ખેડૂતોને સૂચિત કરીને ૩૧ માર્ચ સુધી લોન ચૂકવવાનું કહે છે. જો આ સમય સુધી બેન્કને લોન ભરવામાં ન આવી તો તેમને ૭ ટકા વ્યાજ આપવાનું રહેશે.

જો મારી પાસે એક હેકટર જમીન છે તો મને કેટલી લોન મળે ?

ઉત્તર પ્રદેશ જિલ્લા અમરોહામાં સ્થિત પ્રથમા બેન્કના બ્રાન્ચ મેનેજર અંકુર ત્યાગીના જણાવ્યા પ્રમાણે ૧ હેક્ટર જમીન ઉપર ૨ લાખ સુધી લોન મળી શકે છે. લોનની લિમિટ દરેક બેંકની અલગ અલગ હોય છે. બેન્ક તમને આ માટે તમને કિસાન ક્રેડિટ કાર્ડ રજૂ કરશે. જેના થકી તમને ગમે ત્યારે પૈસા ઉપાડી શકો છો.

(4:00 pm IST)