Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

એક બંકરની નીચે છુપાય છે અને એક એન્કરની પાછળ

મધ્યપ્રદેશ કોંગ્રેસનું ટ્રમ્પને લઇને આડકતરી રીતે નરેન્દ્રભાઇ ઉપર નિશાન સાધતુ વિવાદીત ટવીટ

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશ કોંગ્રેસે એક ટવીટ કરી અનઅપેક્ષીત રૂપે અમેરીકાના અંદરના મામલા ઉપર ટીપ્પણી કરવાની સાથે ત્યાંના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઉપર પણ હુમલો કર્યો છે. આડકતરી રીતે કોંગ્રેસના નિશાન ઉપર સંભવતઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ પણ છે. અમેરીકામાં અશ્વેત નાગરીક ફલોયડના મોત બાદ થઇ રહેલ પ્રદર્શનો વ્હાઇટ હાઉસ સુધી પહોંચતા ટ્રમ્પને થોડા સમય માટે બંકરમાં લઇ જવાયેલ.  મધ્યપ્રદેશ કોંગ્રેસના ટવીટર હેન્ડલ ઉપરથી પણ આ પ્રકરણને ચીંટીયો ભરતા જણાવેલ કે એક બંકર નીચે છુપાય છે અને એક એન્કર પાછળ છુપાય છે. જો કે આ ટવીટને ઘણી જ તીખી પ્રતિક્રિયા મળી છે. લોકોએ કહેલ કે ભારતીય રાજકારણમાં એક સ્થાપીત પરંપરા રહી છે કે ઘરેલુ રાજકારણમાં મિત્ર દેશોના અંગત મામલાઓમાં ટિપ્પણી કરતા બચવામાં આવતુ રહયું છે.

(3:55 pm IST)