Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

અમેરિકામાં પોલીસ દમનથી અશ્વેત વ્યક્તિના મૃત્યુના વિદેશોમાં પડઘા : ઓસ્ટ્રેલિયા તથા યુરોપમાં દેખાવો

કેનબેરા : અમેરિકામાં અશ્વેત વ્યક્તિના પોલીસ હિરાસતમાં દમનથી થયેલા મૃત્યુના અમેરિકા ઉપરાંત વિદેશોમાં પણ પડઘા પડ્યા છે.અમેરિકામા થયેલા દેખાવો હિંસામાં પરિણમ્યા બાદ વિદેશોમાં પણ શાંતિપૂર્ણ દેખાવો કરવાનું શરૂ થયું છે.જે મુજબ ઓસ્ટ્રેલિયા અને યુરોપના દેશોમાં રંગભેદ નાબૂદ કરી તમામને સમાન અધિકાર આપવા તેમજ પોલીસ દમન અટકાવવા સૂત્રો લખેલા બેનરો સાથે દેખાવો કરાયા હતા તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:27 pm IST)
  • દિલ્હી બોર્ડર સીલ કરવાના નિર્ણય વિરુદ્ધ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી : 4 જૂનના રોજ સુનાવણી access_time 8:00 pm IST

  • કોવિદના કાળમુખા પરિણામો શરૂ : દેશના ૩૫ ટકા માઇક્રો, સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઇઝો તથા ૩૭ ટકા સેલ્ફ એમ્પ્લોઇડ લોકોએ તેમના કામકાજ બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. access_time 5:33 pm IST

  • રાજકોટ શહેરના ૮ ઝોનમાં ઓનલાઈન દસ્તાવેજ નોંધણીમાં ઝડપ આવીઃ ૧૫ દિ'માં ૭૦૦ દસ્તાવેજ નોંધાયાઃ લાખોની આવક : રાજકોટ શહેરના ૮ ઝોનમાં ૧૯મીથી ઓનલાઈન દસ્તાવેજ નોંધણી શરૂ થઈ છે અને તેમાં ઝડપ આવી હોવાનું મુખ્ય નોંધણી નિરીક્ષક શ્રી સવાણીએ 'અકિલા'ને જણાવ્યુ હતું: તેમણે જણાવેલ કે ૧૯મીથી તા. ૨ સુધીમાં અંદાજે ૭૦૦ જેટલા મકાન, જમીન, પ્લોટ અંગેના દસ્તાવેજોની નોંધણી થઈ છે જેની સ્ટેમ્પ ડયુટી ફી અંગે લાખોની આવક આવી છે access_time 3:51 pm IST