Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

કોરોનાથી બચવાની સાથે દેશ આર્થિક વિકાસ પણ કરશે : મેઇડ ઈન ઇન્ડિયા પ્રોડક્ટ્સ વિદેશોમાં પણ નિકાસ થશે : સરકાર દ્વારા બંને ક્ષેત્રે કામગીરી પુરજોશમાં : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી

ન્યુદિલ્હી : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજરોજ ઇન્ડસ્ટ્રી એશોશિએશનની મિટિંગમાં બોલતા જણાવ્યું હતું કે કોરોના વાઇરસ સામે લડવા તેમજ સાથોસાથ આર્થિક વિકાસ સાધવા માટે પણ સરકાર સજ્જ છે.જે માટે બંને ક્ષેત્રે પગલાં લેવાઈ રહ્યા છે.

તેમણે ઉમેર્યું હતું કે મેઇડ ઈન ઇન્ડિયા દ્વારા ઉત્પાદિત થતી પ્રોડક્ટ્સ વિદેશોમાં નિકાસ પણ થશે તથા આત્મનિર્ભર ભારત અભિયાન થકી લોકો સ્વાવલંબી પણ બનશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:13 pm IST)