Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

સૌથી વધુ પ્રશંસકો કોના?

મુંબઇ, તા.૨: કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન બોલીવૂડ સેલેબ્રિટીઝ સોશિયલ મીડિયા પર વધુ સમય વીતાવી રહ્યા છે. અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કરતાં ઇન્સ્ટાગ્રામ પર સેલેબ્રિટીઝ તેમના ચાહકો સાથે જોડાઇ રહ્યા છે. એક સાથે સેંકડો ચાહકો સાથે તેઓ વાતચીત કરીને લોકડાઉનમાં પણ લોકોનું મનોરંજન કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર આવા સેલેબ્રિટીઝના ફોલોઅર્સની ગણતરી લાખોમાં થઇ રહી છે.

ઇન્સ્ટાગ્રામ પર ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની ફેન ફોલોઇંગ સૌથી વધુ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અન્ય સેલેબ્રિટીઝ કરતાં કોહલીના ચાહકોની સંખ્યા વધુ એટલે કે ૬૦ મિલિયન સુધી પહોંચી હોવાથી તેઓ હાલમાં ઇન્સ્ટાગ્રામ પર પહેલા ક્રમાંકે છે.

બીજા નંબર પર બોલીવૂડની દેશી-વિદેશી ગર્લ પ્રિયંકા ચોપરાનો નંબર આવે છે. ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ સક્રિય આ અભિનેત્રીના હોલીવૂડ અને બોલીવૂડના કરોડો ચાહકો તેમને ફોલો કરી રહ્યા છે. તેમને ફોલો કરનારા ચાહકોની સંખ્યા હાલમાં ૫૩ મિલિયન સુધી પહોંચી છે.

આ એપ્લિકેશન પર પોતાની જગ્યા બનાવવામાં દીપિકા પદુકોણનો ત્રીજો નંબર આવે છે. બોલીવૂડની ટોચની આ અભિનેત્રીના કુલ ૪૮.૫ મિલિયન ચાહકો તેમને ઇન્સ્ટા પર ફોલો કરી રહ્યા છે. આલિયા ભટ્ટ પણ કોઇનાથી ઓછી થોડી છે. લોકડાઉન દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર તેની સક્રિયતામાં વધારો થતાં ચાહકોની સંખ્યા પણ વધી છે. શ્રદ્ઘા કપૂરની વાત કરીએ તો તેનો નંબર પાંચમો છે. સોશિયલ મીડિયા પર તેની ફિલ્મો અને કારકિર્દીને સંબંધિત પોસ્ટની સાથે પોતાના નિજી જીવન સાથે પણ શ્રદ્ઘા રૂબરૂ કરાવતી હોય છે. તેના ચાહકોને પણ શ્રદ્ઘાના અંગત જીવનને જાણવાની ઇચ્છા રહેતી હોય છે, તેથી ચાહકોની સંખ્યા વધવી તો સ્વાભાવિક છે ભાઇસાબ. હાલમાં શ્રદ્ઘાના ૪૬ મિલિયન અને આલિયાના ૪૮ મિલિયન ચાહકો છે.

(10:40 am IST)
  • દિલ્હી બોર્ડર સીલ કરવાના નિર્ણય વિરુદ્ધ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી : 4 જૂનના રોજ સુનાવણી access_time 8:00 pm IST

  • કર્ણાટકમાં મોટી રાજકીય ધમાલ સર્જાઈ રહ્યાંનું અને બધું જ દેખાઈ છે એવું સમુસુતરું નહીં હોવાનું ન્યુઝ ફ્રસ્ટનો અહેવાલ જણાવે છે access_time 10:41 pm IST

  • રાત્રે રાજકોટ પંથકમાં હવામાનમાં પલટો ; આકાશમાં વીજળીના ચમકારા ; કેટલાક વિસ્તારોમાં પવન ફુંકાવવો શરૂ : વરસાદી છાંટા પડ્યા: access_time 9:43 pm IST