Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

મહારાષ્ટ્રમાં 'નિસર્ગ' વાવાઝોડાની અસર શરૂ : મુંબઈ, કોંકણમાં ધીમીધારે વરસાદ

માછીમારોને દરિયામાં જવા પર મનાઈ

મુંબઈ : પશ્ચિમ બંગાળમાં તાજેત્તરમાં આવેલા 'અમ્ફાન' વાવાઝોડા પછી દેશમાં વધુ એક 'નિસર્ગ' વાવાઝોડું આવી શકે છે. આ વાવાઝોડું અરબસાગરમાં બની રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. મુંબઈના વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે અને ઘણી જગ્યા પર વરસાદ પડી રહ્યો છે. માછીમારોને દરિયામાં જવા પર મનાઈ છે.

(8:34 am IST)