Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

પૂર્વ લદાખમાં સ્થાયી બાંધકામો બનાવી ચીને સૈનિકો તૈનાત કર્યા

કોરોનામાં ફસાયેલા ભારત સામે શાતિર ચીનની ચાલ : એલઓસી પરના બીજા સ્થળોએ ચીન હાલમાં પોતાના સૈનિકો પાછા હટાવવા માટે તૈયાર થઈ રહ્યું નથી

નવી દિલ્હી, તા. : કોરોનામાં ફસાયેલા ભારતને દુનિયાના વિવિધ દેશો મદદ કરવા માટે હાથ લંબાવી રહ્યા છે ત્યારે શાતિર ચીને સરહદ પર તેનો ગેરલાભ ઉઠાવીને સૈન્ય હિલચાલ વધારી દીધી છે.

ચીને એક તરફ ભારતને કોરોના માટે મદદ કરવાનો વિશ્વાસ આપ્યો છે તો બીજી તરફ ભારતીય સીમાને અડીને પોતાની સૈન્ય તૈનાતી વધારવા માંડી છે.એવી ખબર આવી છે કે, લદ્દાખ મરોચે પૂર્વ લદ્દાખમાં ચીને સ્થાયી બાંધકામો બનાવ્યા છે.અહીંયા ચીને પોતાના સૈનિકો તૈનાત કરવાનુ શરુ કર્યુ છે. ૨૦૨૧ની શરુઆતમાં પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે તનાવનો માહોલ હતો.અહીંયા ચીને મોટી સંખ્યામાં પોતાના સૈનિકો તૈનાત કરવા માંડયા હતા.જાન્યુઆરીમાં એક ચીની સૈનિક ભારતની સીમામાં પણ આવી ગયો હતો.જોકે ચીને હવે સરહદે ફરી હિલચાલ વધારી હોવાના અહેવાલો મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, લદ્દાખના પૈંગોગ લેક વિસ્તારમાંથી સેના પાછી હટાવવા માટે બંને દેશો વચ્ચે તાજેતરમાં સંમતિ સધાઈ હતી પણ લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ પરના બીજા સ્થળોએ ચીન પોતાના સૈનિકો પાછા હટાવવા માટે તૈયાર થઈ રહ્યુ નથી.આવામાં સરહદ પર ભારતની મુશ્કેલીઓ વધી શકે છે.

(7:32 pm IST)