Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

રશિયાની "સ્પૂતનિક-વી" કોરોના વિરોધી રસી ભારત પહોંચી ત્રીજા તબક્કાનું વેક્સિનેશન અભિયાન બનશે ઝડપી

પ્રથમ ડોઝ લીધાના 21 દિવસ બાદ બીજો ડોઝ લેવો પડશે. વૅક્સિન લીધાના 28 અને 42માં દિવસ વચ્ચે શરીરમાં કોરોના વાઈરસ વિરૂદ્ધ એન્ટિબોડી ડેવલોપ થઈ જશે.

નવી દિલ્હી : દેશ માં કોરોના કહેર સતત વધતો જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના વૅક્સિનની કમી વચ્ચે રશિયાની "સ્પૂતનિક-વી" કોરોના વિરોધી રસી આજે ભારત પહોંચી ગઈ છે. "સ્પૂતનિક-વી"ના ભારતમાં આવ્યા બાદ ત્રીજા તબક્કામાં વૅક્સિનેશનમાં ઝડપ જોવા મળશે. ભારતમાં 18 થી 44 વર્ષના લોકો માટે ત્રીજા તબક્કાનું વૅક્સિનેશન આજથી શરૂ થઈ ગયું છે. જેમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે સ્પૂતનિક-વી"ને ગમાલયા નેશનલ રિસર્ટ ઈન્સ્ટીટ્યૂટ ઑફ એપિડેમિયોલૉજી એન્ડ માઈક્રોબાયોલૉજી દ્વારા ડેવલોપ કરવામાં આવી છે. "સ્પૂતનિક-વી" ના બે ડોઝ લેવા જરૂરી છે. પ્રથમ ડોઝ લીધાના 21 દિવસ બાદ બીજો ડોઝ લેવો પડશે. વૅક્સિન લીધાના 28 અને 42માં દિવસ વચ્ચે શરીરમાં કોરોના વાઈરસ વિરૂદ્ધ એન્ટિબોડી ડેવલોપ થઈ જશે.

કોરોના કેસ વધતા બે મહિના બાદ એપ્રિલ મહિનામાં ભારતે રશિયન વૅક્સિન સ્પૂતનિક વી ને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. ગમાલયા ઈન્સ્ટીટ્યૂટનો દાવો છે કે, સ્પૂતનિક-વી કોરોના વિરુદ્ધની અત્યાર સુધીની જેટલી રસી ડેવલોપ કરવામાં આવી છે, તેમાં સૌથી વધુ અસરકારક છે.

(7:10 pm IST)