Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

૩૦૦ વૈજ્ઞાનિકોનો પીએમને પત્ર

કોરોનાના નવા સ્વરૂપનો અભ્યાસ કરવા મંજુરી આપો

નવી દિલ્હી, તા.૧: દેશના અનેક રાજયોમાં ખતરનાક વૈરિએન્ટ જોવા મળ્યા છે. એ પછી ડબલ મ્યૂટેંટ હોય કે બંગાળનું ટ્રિપલ મ્યૂટેંટ. સ્થિતિની ગંભીરતા જોઈ દેશના ૩૦૦ વૈજ્ઞાનિકોએ પીએમ મોદીને પત્ર લખ્યો છે.પત્રના માધ્યમથી પીએમ મોદીને અપીલ કરવામાં આવી છે કે દેશના વૈજ્ઞાનિકોને તમામ પ્રકારના ડેટાનું અધ્યયન કરવાની પરવાનગી મળે જેનાથી વાયરસ હજું વધારે ઉંડા પૂર્વક સમજી શકાય અને સમય રહેતા પગલા ભરી શકાય તે જરુરી છે અશોકા યૂનિવર્સિટીના પ્રોફેસર શશિધરા અને કોલકત્તના NIBMGમાં વૈજ્ઞાનિક પ્રોફેસર પ્રાથો મજૂમદારે આ પત્રને ડ્રાફ્ટ કર્યો છે. શશિધરાએ ભાર પૂર્વક કહ્યુ છે કે દેશમાં કોરોનાની સ્થિતિ બગડતી જઈ રહી છે અને જો સમય રહેતા જરુરી પગલા ન ભર્યા તો સ્થિતિ બેકાબૂ થઈ જશે. તેમણે જણાવ્યુ છે કે વૈજ્ઞાનિકોને હવે દરેક ડેટાનો ઉપયોગ કરવાની મંજૂરી મળવી જોઈએ. એવુ થતા જ આ મહામારીનો અંદાજ લગાવી શકાય છે અને પગલા ભરી શકાય છે.પત્રમાં એ વાત પર ચિંતા વ્યકત  કરી છે કે દેશમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. અનેક સરકારી આંકડા જણાવે છે કે વર્તમાનમાં જે સક્રિય મામલા નજરે પડી રહ્યા છે હકિકતમાં તેના ૨૦ ગણા મામલા સામે આવી ચૂકયા છે. તેવામાં અનેક લોકો ન ફકત વાયરસ ફેલાવી રહ્યા છે બલ્કે સુપર સ્પ્રડરની ભૂમિકામાં છે. તેમાં વૈજ્ઞાનિકો માને છે કે જો સમય સર સટિક ભવિષ્યવાણી કરવામાં આવે તો સરકાર અનેક જરુરી પગલા ઉઠાવી શકે છે અને લોકોના જીવ બચી શકે છે.  પત્રમાં દેખાઈ રહેલા નવા વેરિએન્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  કહેવામાં આવ્યુ છે કે આના પર અધ્યયન કરવુ ખૂબ જરુરી છે. સરકાર પાસે માંગ કરવામાં આવી છે કે વૈજ્ઞાનિકોને મોટા પાયા પર viral genome sequencingના  અંજામ આપી શકાશે.

પીએમ મોદીને અપીલ કરવામાં આવી છે કે આ મુશ્કેલ સમયમાં તેમની સરકાર તરફથી વૈજ્ઞાનિકોને ફકત ફંડ ન આપવામાં આવે બલ્કે તમામ પ્રકારની પરવાનગી અને સપોર્ટ પણ આવવામાં આવે.  ભરોસો વ્યકત કરવામાં આવ્યો છે કે જો સમય રહેતા કોરોનાને લઈને જરુરી અધ્યયન પૂરુ થાય છે તો આનાથી ન ફકત દેશનું ભલુ થશે બલ્કે આનાથી થતો વિનાશ પર અંકુશ લાગશે.

(3:50 pm IST)