Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

યુપી, દિલ્હી અને મુંબઈની અનેક હોસ્પિટલોમાં રસીકરણ બંધ: કોરોના રસી નો જથ્થો ખલાસ: આઠ રાજ્યોએ તાત્કાલિક વેકસીનનો જથ્થો આપવા માગણી કરી: અઢી કરોડ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું

ઉત્તરપ્રદેશ, દિલ્હી અને મુંબઈની સંખ્યાબંધ હોસ્પિટલોએ કોરોના રસીનો સ્ટોક ખલાસ થઈ જતા રસીકરણની કાર્યવાહી બંધ કરી દીધી હોવાનું જાણવા મળે છે. જ3મને પ્રથમ ડોઝ અપાય ગયો છે તેમને બીજો ડોઝ  પણ આપી નહી શકાય તેવું જણાવેલ છે. દરમિયાન આઠ રાજ્યોએ કોરોના રસીનો અપૂરતો જથ્થો મળ્યો હોય, પૂરતો જથ્થો ફાળવવા માગણી કરી છે. જ્યારે ગઈકાલ રાત સુધીમાં "કો-વીન" પ્લેટફોર્મ ઉપર ૧૮ વર્ષ ઉપરના  ૨.૪૭ કરોડ લોકોએ કોરોના વેકસીનના પ્રથમ ડોઝ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કોરોના રસીની દેશવ્યાપી અછત હવે વાસ્તવિક બની છે

(10:58 am IST)