Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

આજથી થશે પાંચ મોટા ફેરફારઃ LPG ગેસના ભાવથી લઈને આ પાંચ વસ્તુ બદલાઇ

આ ફેરફારની સીધી અસર તમારા જીવન પર થનારી છે

નવી દિલ્હી, તા.૧: ૧ મે, ૨૦૨૧થી અનેક મોટો બદલાવ થઈ રહ્યા છે. આ બદલાવ આમ આદમીની જીવન પર મોટી અસર કરે છે. પહેલી મેથી બેન્કિંગ અને વીમા સાથે જોડાયેલા નિયમો બદલાઈ રહ્યા છે. આ ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ ફેરફાર થઈ રહ્યો છે. અનેક રાજયોમાં આજથી કોરોના વેકસીન ડ્રાઇવનો ત્રીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે. અનેક રાજયો એવા પણ છે જેમણે વેકસીનની અછતને પગલે અભિયાન પાછળ ધેકલ્યું છે. તો જાણીએ પહેલી મેથી શું ફેરફાર થશે.

અનેક રાજયોમાં આજથી ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકો માટે વેકસીન કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. જોકે, અનેક એવા રાજયો પણ છે જયાં વેકસીનની અછત ઊભી થઈ છે. આથી એ રાજયોએ વેકસીન અભિયાન પાછળ ધકેલ્યું છે. વેકસીન માટે તમારે કોવિન વેબસાઇટ મારફતે અથવા આરોગ્ય સેતુ એપ્લિકેશન મારફતે રજીસ્ટ્રેશન કરવું પડશે. અત્યારસુધી ૪૫ વર્ષથી વધુ વયના લોકો માટે વેકસીન કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ત્રીજા તબક્કામાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના તમામ લોકો વેકસીન લઈ શકશે.

કોરોનાકાળમાં ગરીબોને ખાવાની સમસ્યા ન થાય તે માટે વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના ફરીથી શરૂ થઈ ગઈ છે. આ અંતર્ગત કેન્દ્ર સરકાર પહેલી મે થી ગરીબોને પાંચ કિલો અનાજ મફત આપશે. સરકારની આ યોજનાનો ૮૦ કરોડ લોકોને લાભ મળશે.

સરકારી ઓઇલ કંપનીએ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. જે પ્રમાણે આજે નવા ભાવ જાહેર કરવામાં આવશે. જેમાં ભાવ વધારવા અથવા ઘટાડવામાં આવે છે.

એકિસસ બેંક પહેલી મેથી બચાત ખાતામાં લદ્યુતમ બેલેન્સ રાખવાનો નિયમ બદલી રહી છે. આ ઉપરાંત પહેલી મેથી એટીએમમાં ફ્રી ટ્રાન્ઝેકશન પછી કરવામાં આવતા ટ્રાન્ઝેકશનનો બેગણો ચાર્જ ચૂકવવો પડશે. આ ઉપરાંત બેંકે અન્ય સેવાઓ માટે પણ ચાર્જ વધારી દીધો છે. એકિસસ બેંકે પહેલી મેથી લદ્યુતમ એવરેજ બેલેન્સ મર્યાદા વધારી દીધી છે. આ ઉપરાંત ફ્રી લિમિટ ખતમ થયા બાદ કેશ ઉપાડ માટે બેંક પ્રતિ ૧૦૦૦ રૂપિયા ૧૦ રૂપિયા ચાર્જ વસૂલ કરશે.

કોરોનાની બીજી લહેર વચ્ચે વીમા નિયામક ઇરડા (IRDAI)એ આરોગ્ય સંજીવની પોલિસીનું કવર બેગણું કરવાનો આદેશ કર્યો છે. ઈરડાએ વીમા કંપનીઓને કહ્યુ છે કે, પહેલી મે સુધી ૧૦ લાખ રૂપિયાના કવરવાળી પોલિસી રજૂ કરવાની રહેશે. હાલની સ્થિતિમાં પહેલી એપ્રિલથી શરૂ થયેલી આરોગ્ય સંજીવની સ્ટાન્ડર્ડ પાઙ્ખલિસી કવર મર્યાદા પાંચ લાખ રૂપિયા જ હતી. એટલે કે હવે લોકોને પહેલાની સરખામણીમાં બેગણો ફાયદો મળશે.

(10:38 am IST)