Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

અફઘાનિસ્તાનના અસદાબાદ શહેરમાં કરવામાં આવેલ રોકેટ હુમલામાં ઓછામાં ઓછા પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના અસદાબાદ શહેરમાં કુનારના ગવર્નર કાર્યાલયમાં કરવામાં આવેલ એક રોકેટ હુમલામાં ઓછામાં ઓછા પાંચ લોકોના ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા  હોવાનું માલુમ પડી રહ્યું છે. પ્રાંતીય ગવર્નર ઇકબાલ સઈદે સોમવારના રોજ આ વાતની જાણકારી આપી હોવાનું માલુમ પડી રહ્યું છે. સઈદે જણાવ્યું છે કે આ ઘટના કુનારના કેન્દ્ર અસદબાદ શહેરમાં થઇ હતી જ્યાં પવિત્ર કુરાન પ્રતિયોગિતા પર એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ત્રણ વિદ્યાર્થી સહીત બે કર્મચારી ઈજાગ્રસ્ત થયા હતા.હજુ સુધી કોઈ પણ સંગઠન દ્વારા આ હુમલાની જવાબદારી લેવામાં આવી નથી.

(6:04 pm IST)