Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

આ તો ગઝબ જ કહેવાય: બે મોઢાવાળી માછલીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હી: ન્યુયોર્કના ચૈમ્પલને તળાવ પર એક મહિલા માછલી પકડવા માટે ગઈ હતી પરંતુ તેને જે હાથમાં આવ્યું હતું તેને જોઈને તે અચરજમાં  મુકાઈ ગઈ હતી. આ મહિલાનું નામ ડેબી ગેડ્સ છે. જયારે પતિ પત્ની માછલી પકડી રહ્યા હતા ત્યારે તેમને બે મોઢાવાળી માછલી પકડવામાં આવી હતી.

   મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ યુગલને વિશ્વાસ નથી આવતો કે તે જયારે માછલી પકડી રહ્યા હતા  ત્યારે તેને સામાન્ય માછલીની જગ્યાએ બે મોઢાવાળી માછલી હાથ લાગી હતી આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આ એક ખુબજ અદભુત માછલી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:21 pm IST)