Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

યુરોપમાં કોરોનાની પરિસ્થિતિ વકરતા ઠેર ઠેર ચેકપોસ્ટ બનાવવામાં આવ્યા

નવી દિલ્હી: વિશ્ર્વમાં કોરોના વાયરસનાં જંગમાં નવા અવતારના આગમનથી સર્જાયેલી નવી ચિંતા વચ્ચે વિશ્ર્વ આરોગ્ય સંસ્થામાં યુરોપમાં લોકડાઉન અને ક્ધટેનમેન્ટની સ્થિતિ વધુ મજબુત અને આકરી બનાવવાની માંગ કરી હતી વાયરસનો અવતાર હવે ઓસ્ટ્રેલીયા સુધી પહોંચી ગયો છે અને અહી એક કેસ નોંધાયો છે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાનાં પ્રવકતાએ જણાવ્યું હતું કે સ્થિતિમાં લોકડાઉન અને ક્ધટેનમેન્ટ ઝોનની સ્થિતિ વધુ અસરકારક બનાવીને વાયરસને રોકી શકાશે.બીજી તરફ ઓસ્ટ્રેલીયા-સીડનીમાં કોરોના વાયરસની સ્થિતિ વધુ ગંભીર બની છે અને સીડનીમાંથી બહાર જવા કે મહાનગરમાં લોકોને પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાતાં સીડનીએ ઓસ્ટ્રેલીયાના અન્ય ભાગોથી અલગ પડી ગયું છે.સીડનીથી 'ડુ-નોટ-કમ-ટુ-અસ'નો સંદેશો મોકલી અપાયો છે. સીડનીએ ઓસ્ટ્રેલીયાનું સૌથી વધુ વસતી ધરાવતું શહેર છે. 50 લાખથી વધુ લોકો અહી વસે છે અહી જે લોકો આવ્યા છે તેના માટે 14 દિવસનું હોમ કવોરન્ટાઈન ફરજીયાત છે પણ હવે મુલાકાતીઓને હાલ પ્રવેશ નહિં અપાય અને માર્ગો પર ટેસ્ટ પોસ્ટ બનાવાયા છે તથા લોકોના ટેસ્ટ થઈ રહ્યા છે.

(5:41 pm IST)
  • લલીત વસોયા અચાનક દિલ્હી પહોંચ્યા : મોટું પદ મળવાની ચર્ચા : કોંગ્રેસના સૌરાષ્ટ્રના મોટા ગજાના નેતા અને ધારાસભ્ય લલીતભાઈ વસોયા ગઈકાલથી દિલ્હીમાં ધામા નાખ્યાનું જાણવા મળે છે : એવી વિગતો ચર્ચાય છે કે લલીતભાઈને ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા બનાવવામાં આવે તે માટે સમાજના આગેવાનો સહિત ચારેકોરથી દબાણ થઈ રહ્યુ છે : સંભવતઃ લલીતભાઈને કોંગ્રેસ વિધાનસભાના નેતા બનાવે તેવી પણ સંભાવના ચર્ચાય છે access_time 4:12 pm IST

  • મેરઠથી ગાઝિયાબાદ સુધી ખેડુતોએ ટ્રેક્ટર કૂચ શરૂ :મેરઠથી, કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના વિરોધમાં જોડાવા માટે, હિંદ મઝદુર કિસાન સમિતિના સભ્યો અને ગાઝિયાબાદ તરફની ટ્રેક્ટર કૂચ શરૂ કરી access_time 11:34 pm IST

  • બોલીવુડ અભિનેતા સોનુ સુદનાં ચાહકે તેનું મંદિર બનાવ્યું : કોવિદ -19 સંજોગોમાં ચાલીને વતનમાં જતા મજૂરો માટે સોનુ સુદે વાહન તથા ખાવાપીવાની વ્યવસ્થા કરી આપી : તેલંગાણામાં રહેતા ચાહકે અભિનેતાને ભગવાન સમાન ગણ્યા access_time 12:12 pm IST