દેશ-વિદેશ
News of Monday, 21st December 2020

યુરોપમાં કોરોનાની પરિસ્થિતિ વકરતા ઠેર ઠેર ચેકપોસ્ટ બનાવવામાં આવ્યા

નવી દિલ્હી: વિશ્ર્વમાં કોરોના વાયરસનાં જંગમાં નવા અવતારના આગમનથી સર્જાયેલી નવી ચિંતા વચ્ચે વિશ્ર્વ આરોગ્ય સંસ્થામાં યુરોપમાં લોકડાઉન અને ક્ધટેનમેન્ટની સ્થિતિ વધુ મજબુત અને આકરી બનાવવાની માંગ કરી હતી વાયરસનો અવતાર હવે ઓસ્ટ્રેલીયા સુધી પહોંચી ગયો છે અને અહી એક કેસ નોંધાયો છે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાનાં પ્રવકતાએ જણાવ્યું હતું કે સ્થિતિમાં લોકડાઉન અને ક્ધટેનમેન્ટ ઝોનની સ્થિતિ વધુ અસરકારક બનાવીને વાયરસને રોકી શકાશે.બીજી તરફ ઓસ્ટ્રેલીયા-સીડનીમાં કોરોના વાયરસની સ્થિતિ વધુ ગંભીર બની છે અને સીડનીમાંથી બહાર જવા કે મહાનગરમાં લોકોને પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાતાં સીડનીએ ઓસ્ટ્રેલીયાના અન્ય ભાગોથી અલગ પડી ગયું છે.સીડનીથી 'ડુ-નોટ-કમ-ટુ-અસ'નો સંદેશો મોકલી અપાયો છે. સીડનીએ ઓસ્ટ્રેલીયાનું સૌથી વધુ વસતી ધરાવતું શહેર છે. 50 લાખથી વધુ લોકો અહી વસે છે અહી જે લોકો આવ્યા છે તેના માટે 14 દિવસનું હોમ કવોરન્ટાઈન ફરજીયાત છે પણ હવે મુલાકાતીઓને હાલ પ્રવેશ નહિં અપાય અને માર્ગો પર ટેસ્ટ પોસ્ટ બનાવાયા છે તથા લોકોના ટેસ્ટ થઈ રહ્યા છે.

(5:41 pm IST)