Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

અમેરિકામા ફૂટબોલ જોઈ રહેલ લોકો પર ગોળીબારીની ઘટનામાં ચાર મોતને ભેટ્યા

નવી દિલ્હી: અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં ફૂટબોલ મેચ જોઈ રહેલ લોકો પર ગોળીબારીની ઘટના સામે આવી છે ગોળીબારીની ઘટનામાં ચાર લોકોના મૃત્યુ થયા છે. જયારે 6 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે. ગોળીબારી પછી હુમલાખોર ફરાર થઇ ગયા હોવાનું માલુમ પડી રહ્યું છે અને પોલીસ તેની તપાસ કરી રહી છે.

            ઘટના રવિવારના રોજ લોસ એજીલીસથી 320 કિલોમીટર દૂર ફ્રેસનોમાં સમયે બની હતી જયારે એક વ્યક્તિના ઘરની બહાર ફૂટબોલ મેચ જોવા માટે લોકો એકઠા થયા હતા તે સમયે ગોળીબારી કરવામાં આવી હતી. લગભગ 35 જેટલા લોકો મેચ જોઈ રહ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:18 pm IST)