Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

વર્જીનિયા: બસ-ટ્રેકટર ટ્રેલર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 19 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:અમેરિકામાં વર્જીનિયામાં પ્રાંતના નેલ્સન કાઉંટીમાં બસ અને ટ્રેકટર ટ્રેલર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 19 લોકોને  ગંભીર રીતે ઇજા પહોંચી છે. સ્થાનિક પોલીસ અધિકારીએ રવિવારના રોજ વાતની માહિતી આપી છે.

              પોલીસે ટ્વીટ કરીને આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રસ્તા પર જામેલ બરફના કારણે સવારના નેલ્સન કાઉંટીમાં એક બસ અને ટ્રેક્ટર ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા 19 લોકોને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

(6:17 pm IST)