Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

લીબિયામાં 62 પ્રવાસીઓને આફ્રિકી દેશ ચાડ અને સુડાન મોકલવામાં આવ્યા

નવી દિલ્હી: લીબિયાના આવ્રજન વિભાગે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 62 ગેરકાનૂની પ્રવાસીઓને આફ્રિકી દેશ ચાડ અને સુડાન મોકલવી દેવામાં  આવ્યા છે. વિભાગદ્વારા વધુમાં મળેલ માહિતી મુજબ  જાણવામાં આવી રહ્યું છે કે બને દેશોથી જોડાયેલ દેશની દક્ષિણી સીમાથી ગેરકાનૂની પ્રવાસીઓને રવાના કરી દેવામાં આવ્યા છે.

                           આવ્રજનનું આંતરરાષ્ટ્રીય સંગઠને હાલમાં જણાવ્યું છે કે  લીબિયામાં સાડા 6 હજારથી પણ વધારે ગેરકાનૂની પ્રવાસી છે જેમાં 6 હજાર મહિલાઓ અને બાળકોનો સમાવેશ થઇ રહ્યો છે. તેમને નજરબંધ કેદમાં રાખવામાં આવ્યા હતા.

(6:16 pm IST)
  • મહારાષ્ટ્રનું કોકડુ ઉકેલવા નવી ફોર્મ્યુલા સુચવતા રામદાસ આઠવલે : ૩ વર્ષના ભાજપના અને બે વર્ષ શિવસેનના મુખ્યમંત્રી : મહારાષ્ટ્રમાં નવી દરખાસ્ત ઉપર શિવસેના અને ભાજપ વચ્ચે સમાધાન માટે રામદાસ આઠવલેની મધ્યસ્થી : કેન્દ્રીયમંત્રી અને રીપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયાના ચેરમેન રામદાસ આઠવલેએ કહ્યુ છે કે મેં શિવસેનાના સંજય રાઉત સાથે સમાધાન માટે વાતચીત કરી છે : ત્રણ વર્ષ ભાજપના મુખ્યમંત્રી અને બે વર્ષ શિવસેનાના મુખ્યમંત્રીની ફોર્મ્યુલા સુચવી છે : જેના પ્રત્યુત્તરમાં સંજય રાઉતજીએ કહ્યુ છે કે મને કહ્યુ હતું કે, ભાજપ જો આ ફોર્મ્યુલા ઉપર સહમત હોય તો શિવસેના એના વિશે વિચારશે : શ્રી રામદાસ આઠવલેએ કહ્યુ કે, આ ફોર્મ્યુલા અંગે હું ભાજપ સાથે ચર્ચા કરીશ access_time 6:06 pm IST

  • નિરંજની અખાડાના મહંત આશિષ ગિરીએ રૂમમાં ગોળી મારી આત્‍મહત્‍યા કરી : સાધુ-સંતોમાં આઘાતની લાગણી : મહંત આશિષ ગિરી લાંબા સમયથી લીવરી બિમારથી પીડિત હતા access_time 11:31 am IST

  • આવકવેરાના લક્ષ્યાંક કરતાં ૫૦% રકમ હજુ વસૂલ થઈ છે આ ચાલુ નાણાકીય વર્ષના દેશના કુલ આવકવેરાના ટાર્ગેટના ૫૦ ટકા ઈન્કમટેક્ષ અત્યાર સુધીમાં વસૂલવામાં આવ્યો છે : આ વર્ષે ૧૩.૩૫ લાખ કરોડ રૂપિયા આવકવેરાનો લક્ષ્યાંક રાખવામાં આવેલ તેની સામે આજની તારીખે કેન્દ્ર સરકારે ૬.૧૨ લાખ કરોડ રૂપિયાનો ઈન્કમટેક્ષ ઉઘરાવ્યો છે access_time 6:06 pm IST