Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

અજાણ્યા તળાવમાં નાહવાનું ભારે પડ્યું: પરોપજીવી કીડો પેનિસમાં જતો રહેતાં જીવ જોખમમાં મુકાયો

લંડન તા.૧૮: બ્રિટનની રાજધાની લંડનના કેન્સિંગ્ટનમાં રહેતો ૩૨ વર્ષનો જેમ્સ માઇકલ તાજેતરમાં આફ્રિકાના મલાવીમાં રજા માણવા ગયો ત્યારે તેને આંચકાદાયક અનુભવ થયો હતો. તળાવમાં નાહવા પડ્યો ત્યારે કોઇ પરોપજીવી કીડો તેના ગુપ્તાંગની અંદર ઘૂસી ગયો હતો. ગુપ્તાંગમાં ગયેલા એ જંતુએ ઇંડા પણ મૂકયાં. એ વાતની તેને તરત તો ખબર ન પડી, પણ એક વર્ષ પછી વાત વણસી.જેમ્સે મિત્રો સાથે સાઉથ-ઇસ્ટ આફ્રિકાના પ્રવાસમાં ઝામ્બિયાથી ઝિમ્બાબ્વે તરફ જતાં વચ્ચે મલાવીમાં પાંચ દિવસનું રોકાણ કર્યુ હતું. એ લોકો લેક મલાવીમાં એક તળાવમાં નાહવા પડ્યા હતા. તરતાં-તરતાં સ્કિસ્ટોસોમ્સ નામના એક જંતુએ જેમ્સના શિશ્નની અંદર ઘૂસીને ઇંડા મૂકયા એ પછી તેને જ ઇન્ફેકશન થયું એની અસર એકાદ વર્ષ પછી એટલે કે ૨૦૧૭ના ઓગસ્ટમાં વર્તાઇ. એ ઇન્ફેકશનને કારણે તેની બધી શકિત હણાઇ ગઇ. પગ તો જાણે સાવ નકામા થઇ ગયા હોય એમ દાદર ચડવાનું પણ મુશ્કેલ બન્યું. ત્રણ મહિના વ્હીલચેર પર પસાર કરવા પડ્યા. ન્યુરોલોજિસ્ટ્સે કહ્યું કે પગ ઉપરાંત કરોડરજ્જુની પણ રોગપ્રતિકારક ક્ષમતા પર ગંભીર અસર થઇ છે.ન્યુરોલોજિસ્ટ્સને જેમ્સની તકલીફોનું કારણ સમજાયું નહોતું. પરંતુ ૬ મહિનાનો સ્ટેરોઇડ્સનો કોર્સ લખી આપ્યો હતો. જોકે હોસ્પિટલ ફોર ટ્રોપિકલ ડિસીઝના ડોકટરોએ સ્કિસ્ટોસોમિયાસીસ અથવા બિલહર્ઝિયા નામની બીમારી હોવાનું નિદાન કર્યુ હતું. નિદાન કર્યા બાદ સ્કિસ્ટોસોમ્સ કીડાને મારનારી અને ઇન્ફેકશનને ખતમ કરનારી દવા પ્રેઝિકવાન્ટેલ લખી આપી હતી.જેમ્સ ત્રણ મહિના હોસ્પિટલમાં વ્હીલચેર પર કેથેટર સાથે ફરતો હતો. તેને ટોઇલેટ જવામાં પણ તકલીફ પડતી હતી. સ્ટેરોઇડ્સ લેવાને કારણે જેમ્સના હાથ અને પીઠ પર ગૂમડાં થયાં હતાં. એ ઉપરાંત ઝાડા પણ વાંરવાર થતા હતા. પથારી પર પડ્યા-પડ્યા પીઠ પર પડી ગયેલાં સોળ અને ચાઠાને કારણે રાતે સૂઇ શકતો નહોતો. નાહતી વખતે પીઠ પરથી પાણી પસાર  થાય તો પણ તકલીફ થતી હતી.

(3:42 pm IST)