Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

આ ટીજેનરના શરીર પર ધાતુની ચીજો ચોંટી જાય છે, તેના સ્પર્શમાત્રથી બીમારોની પીડા દૂર થતી હોવાનો દાવો

લંડન તા.૧૮: પૂર્વ યુરોપના દેશ સર્બિયાના ઝડ્રેલો ગામમાં 'લુકા' નામનો ટીનેજર બીમારોને સાજા કરવાની ચમત્કારિક શકિતને કારણે 'મેગ્નેટિક ટીનેજ બોય' અને 'પબ્લિક  હીરો' તરીકે ખ્યાતિ પામ્યો છે. પીડા દૂર કરવાની શકિત ધરાવતા મનાતા લુકા પાસે સ્થાનિક બીમારો કોઇ પણ પ્રકારના શારિરીક દુઃખ દર્દના નિવારણ માટે જાય છે.

લુકાના હાથના સ્પર્શમાત્રથી લોકો સાજા થઇ જતા હોવાનું સ્થાનિક પ્રસાર માધ્યમો  કહે છે. લુકા ફકત ત્રણ મિનિટ હાથ અડાડે એટલે પીડા ખતમ થઇ જતી હોવાનું કહેવાય છે. મેગ્નેટિક ટીનેજ બોય લુકાના શરીરને ધાતુની વસ્તુઓ ચોંટતી હોવાની તસવીરો પણ જાણીતી થઇ છે.

(3:32 pm IST)