Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

નેધરલેન્ડમાં સોલાર પાવર સંચાલિત કાર આકર્ષણનું કેન્દ્ર બની

નવી દિલ્હી: નેધરલેન્ડમાં સોલર પાવર સંચાલિત કાર આકર્ષણનું કેન્દ્રબિંદુ બની છે. ડેલ્ફ્ટ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીના વિદ્યાર્થીઓએ બનાવેલી સોલર એનર્જીથી ચાલતી નુના ફોનિક્સ કાર ૧૨ કલાકમાં ૫૪૮ માઈલની ઝડપ પૂરી કરીને વર્લ્ડ રેકોર્ડ સર્જવાની તૈયારીમાં છે. શનિવારે સવારે નેશનલ રોડ ટ્રાફિક એજન્સી ટેસ્ટ ટ્રેકમાં નુના ફોનિક્સે ચાર ડ્રાઈવર સાથે વર્લ્ડ રેકોર્ડ તોડવાની દિશા ભણીની સફર શરૂ કરી હતી. સગવડતા માટે એક નહીં પણ ચાર ડ્રાઇવર રાખવામાં આવ્યા છે અને તેમણે વારાફરતી ૩-કલાક સુધી કારને હંકારી હતી. સોમવાર સુધીમાં તે ૫૫૦ માઇલનું અંતર કાપીને વિશ્વની સૌથી ઝડપી ગતિએ દોડનાર કારનો ખિતાબ હાંસલ કરી લેશે. ૧૨ કલાકમાં ૮૮૨ કિલોમીટર કરતાં પણ વધારે ઝડપે દોડવાનો કારનો હેતુ છે. ૨૦૧૭ ની સાલમાં નુના ૮એસે સૌથી ઝડપી ગતિએ દોડતી કારનો ખિતાબ મેળવ્યો હતો. વર્ષની રેસ અમેરિકામાં થવાની હતી પરંતુ કોરોના વાઇરસને કારણે તેને મોકૂફ રાખી દેવામાં આવી હતી. કારે ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ સોલર ચેલેન્જમાં પણ સાત વાર વિજય મેળવ્યો હતો.

(5:42 pm IST)