Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

વધારે ચોખા ખાવાથી થઇ શકે છે હદય રોગથી મૃત્યુ:સંશોધન

નવી દિલ્હી: વધારે ચોખા ખાવાથી પણ હૃદય રોગથી મૃત્યુ થઈ શકે છે. તેનું કારણ છે ચોખામાં કુદરતી રીતે આર્સેનિક તત્ત્વો હાજર હોય છે. દાવો બ્રિટનની માન્ચેસ્ટર અને સોલ્ફોર્ડ યુનિવર્સિટીના સંયુક્ત રિસર્ચમાં કરવામાં આવ્યો છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, ચોખા ખાવાની દૃષ્ટિએ બ્રિટનના લોકો 25મા ક્રમે છે અને અહીં 6% લોકો હૃદયરોગથી મરે છે. ચોખામાં આર્સેનિકની હાજરી મૃત્યુનું જોખમ વધારે છે. નેશનલ સેમ્પલ સર્વેના જણાવ્યા પ્રમાણે, ભારતમાં ચોખા સૌથી વધુ બિહાર અને ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારોમાં ખાવામાં આવે છે. નવા રિસર્ચના જણાવ્યા પ્રમાણે, આવા રાજ્યોએ વધુ ભાત ખાવાને બદલે તેમના આહારમાં અન્ય પ્રકારનાં અનાજનો સમાવેશ કરવાની જરૂર છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, પાકની ઉપજ દરમિયાન તેમાં માટી દ્વારા આવા ઘણાં રસાયણો પહોંચે છે. અનાજ ખાવા પર તે લિવર સાથે જોડાયેલી બીમારી અને કેન્સરનું કારણ બને છે. કેટલાક કેસમાં મૃત્યુ પણ થાય છે. ચોખા એક એવું અનાજ છે જેના પર સૌથી વધારે લોકો નિર્ભર છે. તે વધારે પ્રમાણમાં કેલરી અને પોષક તત્ત્વ આપે છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, ચોખામાં આર્સેનિક હોવાને કારણે દુનિયાભરમાં દર વર્ષે 50 હજાર મૃત્યુ થાય છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, ખેડૂતો સિંચાઈ દરમિયાન આર્સેનિક-ધરાવતા રસાયણોનો છંટકાવ કરે છે. અન્ય પાક પર આર્સેનિકની એટલી અસર નથી થતી કે તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થાય. આવું એટલા માટે છે કેમ કે, ચોખાનો પાક લાંબા સમય સુધી પાણીમાં રહે છે, તેથી તેમાં 10-20 ટકા આર્સેનિક વધારે હોય છે. આર્સેનિકના ઝેરનું તમને કેટલું જોખમ છે તે વાત પર આધાર રાખે છે કે તમે એક દિવસમાં કેટલા ચોખા ખાવ છો. ​​​​​​​

(5:41 pm IST)