Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

કોરોનાથી બચવા ઇઝરાયલ બનાવી રહ્યું છે વિશ્વનું સૌથી મોંઘી કિંમતનું માસ્ક

નવી દિલ્હી: કોરોના કાળમાં આફતને અવસર બનાવવા માટે ઈઝરાયલની એક કંપની સોના અને હીરા વડે જડિત માસ્ક બનાવી રહી છે. ઈઝરાયલની ઘરેણાં બનાવતી એક કંપનીએ કરેલા દાવા પ્રમાણે તે કોરોના વાયરસથી બચવા માટે વિશ્વનું સૌથી મોંઘુ માસ્ક બનાવી રહી છે. માસ્કની કિંમત 15 લાખ ડોલર હશે તથા સોના વડે બનેલા માસ્કમાં હીરા પણ જડવામાં આવ્યા હશે.

             માસ્કના ડિઝાઈનર ઈસ્સાક લેવીએ જણાવ્યું કે 18 કેરેટ સોનામાંથી બનેલા માસ્કમાં 3,600 કાળા અને સફેદ હીરા તથા એન99 ફિલ્ટર લગાવવામાં આવશે. એક ગ્રાહકની માંગ પર માસ્ક બનાવવામાં આવી રહ્યું છે. 'યવેલ કંપની'ના માલિક લેવીએ જણાવ્યું કે, ગ્રાહકની વધુ બે માંગણી એવી હતી કે માસ્ક વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ જવું જોઈએ અને તે વિશ્વમાં સૌથી મોંઘુ હોવું જોઈએ.

(5:40 pm IST)