Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

જાપાનની ફેશન કંપનીના માલીક - અબજપતિ મિઝાવા પોતાના ટ્વીટર ફોલોઅર્સને મફતમાં વહેંચશે 64 કરોડ

ટ્વીટર પર મિઝાવાના 64 લાખ ફોલોઅર્સ છે જેમાંથી 1000 લોકોની કરશે પસંદગી : મિઝાવાએ આને એક ગંભીર સામાજિક પ્રયોગ ગણાવ્યો

નવી દિલ્હી : જાપાનના ફેશન કંપનીના માલિક એવા અબજપતિ મિઝાવા ટ્વીટર પર તેમને ફોલો કરનારને 90 લાખ ડોલર એટલે કે, 64 કરોડ રૂપિયાની રકમ મફતમાં વહેંચવા જઈ રહ્યા છે. આવું કરીને તે લોકોની ખુશી વધારવા માંગે છે.

  ટ્વીટર પર મિઝાવાના 64 લાખ ફોલોઅર્સ છે પરંતુ તે તેમાંથી લગભગ 1000 લોકોને પસંદ કરશે. તે દરેકને 10 લાખ યેન (એટલે કે, 9000 ડોલર) એટલે કે, 64 હજાર રૂપિયાની રકમ આપશે. તેમણે 1 જાન્યુઆરીએ એક ટ્વીટ કર્યું હતું. જે લોકોએ તેને રીટ્વીટ કર્યું હતું. તેમાંથી જ એક હજાર લોકોને આ રકમ મળશે.આ  પૈસાથી તેમાંથી દર એકના જીવન પર કેવી અને શું અસર થશે, અબજપતિ બિઝનેસમેનને એ જાણવામાં રસ છે. આ મુદ્દે તે નિયમિત અંતરાલ પર સર્વેક્ષણ કરી જાણકારી મેળવશે.

  પોતાની યૂ-ટ્યુબ ચેનલ પર વીડિયોમાં મિઝાવાએ આને એક ગંભીર સામાજિક પ્રયોગ ગણાવ્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી કે, આ પ્રયોગમાં એકેડેમિક અને અર્થશાસ્ત્રીઓને પણ રસ પડશે.
   મિઝાવા એજ વ્યક્તિ છે જે એલન મસ્ક સ્પેસએક્સ વિમાનમાં બેસીને ચંદ્રમાનું ચક્કર લગાવનાર દુનિયાના પ્રથમ પ્રાઈવેટ યાત્રી હશે. કલાકૃતિઓ અને સ્પોર્ટ્સ કાર પર તે મોટો ખર્ચ કરવા માટે ઓળખાય છે. માઝાવા જાપાનના સૌથી મોટા ઓનલાઈન શોપિંગ મોલ જોજોટાઉનના ફાઉન્ડર છે.

  મિઝાવા વારંવાર સોશિયલ મીડિયા પર તમામ વિષય પર પોતાના વિચારો પ્રગટ કરે છે. યૂટ્યુબ દ્વારા પણ તે આજ કામ કરે છે. મિઝાવા પોતાના આ પ્રયોગને બેઝિક ઈનકમના આઈડિયા સાથે જોડીને જુએ છે

  આ પહેલા પણ 43 વર્ષિય મિઝાવા ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે અભિનેત્રી ગર્લફ્રેન્ડથી અલગ થયા બાદ સોશિયલ મીડિયા પર પોતાની ભાવનાઓની ખુલીને વાત કરી હતી. ત્યારે તેમને ટ્વીટર પર લાખો ફોલોઅર્સ મળ્યા હતા.
યુટ્યુબ તેમનું સૌથી નવું પ્લેટફોર્મ છે, જ્યાં તે પોતાના પ્રાઈવેટ જેટથી ટૂર કરવાથી લઈને, નાયી પાસે વાળ રંગાવા સુધીનો વીડિયો નાખે છે. પહેલા રોક સ્ટાર બનવાની તમન્ના રાખનારા મિઝાવાની પ્રાઈવેટ સંપત્તિ લગભગ બે ડોલર છે અને તે જાપાનના 22મા સૌથી ધનવાન વ્યક્તિ છે

 

(10:42 pm IST)