Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

વુહાનમાં કોરોના વાયરસને માત આપીને સાજા થયેલ લોકોની ફેફસાની સ્થિતિ ખુબજ ખરાબ હોવાની માહિતી

નવી દિલ્હી: ચીનના વુહાન શહેરમાં જેટલા પણ દર્દીઓ કોરોના વાયરસને માત આપીને સાજા થયા છે તેમાંથી મોટા ભાગના લોકોના ફેફસાંની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. એટલું જ નહીં, સાજા થયેલા દર્દીઓમાંથી 5 ટકા જેટલા ફરીથી કોરોના વડે સંક્રમિત થઈને હોસ્પિટલમાં દાખલ થયા છે. વુહાન યુનિવર્સિટીના ડોક્ટર્સ દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં આ ખુલાસો થયો છે. 

               હોસ્પિટલના ઈન્ટેન્ટિવ કેર યુનિટના ડિરેક્ટર પેંગ ઝિયોંગની અધ્યક્ષતામાં વુહાન યુનિવર્સિટીની ઝાન્ગનૈન હોસ્પિટલમાં એક ટીમ કામ કરી રહી છે. આ ટીમે વુહાનમાં કોરોનાથી સાજા થયેલા 100 દર્દીઓનો એક સર્વે કર્યો હતો. આ ટીમ એપ્રિલ મહીનાથી કોરોનાથી સાજા થયેલા 100 દર્દીઓ પર નજર રાખી રહી હતી. 

(9:15 pm IST)
  • સૌરાષ્ટ્રની જાણીતી રાજકોટ ખાતેની કેન્સર હોસ્પિટલમાં ૩ નવા કોરોના પોઝીટીવ કેસ આવ્યા છે : એક ડોકટર સહિત વધુ ૩ને કોરોના પોઝીટીવ આવતા ખળભળાટ : એક ડોકટરની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે access_time 8:07 pm IST

  • શ્રીલંકામાં યોજાયેલી લોકસભા ચૂંટણીની મતગણતરી શરૂ : રાજપક્ષે પરિવારની શ્રીલંકા પીપલ્સ પાર્ટીની વિજયકૂચ શરૂ : ફરીથી સત્તા મળે તેવી શક્યતા access_time 7:59 pm IST

  • રાજકોટ શહેરનાં વોર્ડ 13 માં ભારે વરસાદ અને પવનને કારણે સ્વામિનારાયણ ચોકથી ગુરુપ્રસાદ ચોક સુધીમાં વૃક્ષોનો સોથ વળી ગયો : 20 જેવા ઝાડ પડી જતા કેબલના વાયર તૂટી ગયા : એક સ્કૂટર ચાલકને વાયર વિટાવાથી થઈ ગંભીર ઇજા:તાત્કાલીક દોશી હોસ્પિટલમાંમાં ખસેડવામાં આવ્યા access_time 11:18 pm IST