દેશ-વિદેશ
News of Thursday, 6th August 2020

વુહાનમાં કોરોના વાયરસને માત આપીને સાજા થયેલ લોકોની ફેફસાની સ્થિતિ ખુબજ ખરાબ હોવાની માહિતી

નવી દિલ્હી: ચીનના વુહાન શહેરમાં જેટલા પણ દર્દીઓ કોરોના વાયરસને માત આપીને સાજા થયા છે તેમાંથી મોટા ભાગના લોકોના ફેફસાંની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. એટલું જ નહીં, સાજા થયેલા દર્દીઓમાંથી 5 ટકા જેટલા ફરીથી કોરોના વડે સંક્રમિત થઈને હોસ્પિટલમાં દાખલ થયા છે. વુહાન યુનિવર્સિટીના ડોક્ટર્સ દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં આ ખુલાસો થયો છે. 

               હોસ્પિટલના ઈન્ટેન્ટિવ કેર યુનિટના ડિરેક્ટર પેંગ ઝિયોંગની અધ્યક્ષતામાં વુહાન યુનિવર્સિટીની ઝાન્ગનૈન હોસ્પિટલમાં એક ટીમ કામ કરી રહી છે. આ ટીમે વુહાનમાં કોરોનાથી સાજા થયેલા 100 દર્દીઓનો એક સર્વે કર્યો હતો. આ ટીમ એપ્રિલ મહીનાથી કોરોનાથી સાજા થયેલા 100 દર્દીઓ પર નજર રાખી રહી હતી. 

(9:15 pm IST)