Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

સઉદી પ્રિન્સની મહત્વાકાંક્ષી આર્થિક પહેલઃ જાયન્ટ IPO લાવશેઃ અરામકો કંપની ૧૦૦ બિલિયન ડોલર ઉભા કરશે

અરામકો ભારતમાં ૨૫ અબજ ડોલરનું રોકાણ કરશેઃ રિફાઇનરી-પેટ્રોકેમીકલ મૂખ્ય...

સાઉદી, તા.પઃ દુનિયાની સૌથી વધુ કમાણી કરતી કંપની સઉદી અરામકો સૌથી મોટો પબ્લિક ઇસ્યૂ લાવી રહી છે.

સઉદી પ્રિન્સની સૌથી મહત્વાકાંક્ષી આર્થિક પહેલ અત્યાર સુધી એનર્જી જાયન્ટ અરામકોને સ્ટોક માર્કેટમાં લઇ જવાની રહી છે. વર્ષોના વિલંબ બાદ આખરે અરામકોના આઇપીઓની જાહેરાત કરવામાં આવી હતી. અરામકોના એક ભાગના વેચાણ પાછળ પ્રિન્સ મોહંમદ સઉદી અરેબિયા માટે ક્રાંતિકાર પરિવર્તન લાવવા માંગે છે.

લીસ્ટીંગનું કદ હજુ જાહેર થયું નથી પરંતુ એવી આશા છે કે તે ૧૦૦ બિલિયન ડોલર ઉભા કરશે. બે ટ્રિલિયન ડોલરના કંપનીના વેલ્યુએશન પર આધારીત આંકડા હવે અવાસ્તવિક જણાય છે.

ક્રાઉન પ્રિન્સ એવી કોશિશ કરી રહ્યા છે કે કંપનીની વેલ્યુ બે ટ્રિલિયન ડોલરની મર્યાદાને ટચ કરી જશે. વર્તમાનમાં વેલ્યુ અનુસાર એપલ અને માઇક્રોસોફટ દુનિયાની સૌથી મોટી કંપનીઓમાં એક છે છે તેની માર્કેટ વેલ્યુ અંદાજે ૧ ટ્રિલિયન ડોલર થવા પામે છે. આઇપીઓ ઇસ્યુ થવા પર કંપનીની માર્કેટ વેલ્યુ ૧.૫ ટ્રિલિયન ડોલરને આંબી જશે. સઉદી અરામકો ૧-ર ટકા શેર જ લિસ્ટ કરવા ઇચ્છે છે જેનાથી કંપની ૩૦ થી ૪૦ અબજ ડોલરનું ભંડોળ પ્રાપ્ત કરી શકશે. જો કંપની ૨પ અબજ ડોલરથી વધુ ફંડ પ્રાપ્ત કરવામાં કામિયાબ રહેશે તો આ એક પ્રકારનો રેકોર્ડ સર્જાશે. અત્યારે આ રેકોર્ડ ચાઇનીઝ ઇ-કોમર્સ કંપની અલીબાબાના નામે છે. ૨૦૧૪માં આઇપીઓ ઇસ્યુ કરીને તેણે ૨૫ અબજ ડોલર એકત્ર કર્યા હતા. સઉદી અરામકો ભારતમાં પણ મોટા પાયે રોકાણ કરવાની તૈયારીમાં છે. તે રીફાઇનરી અને પેટ્રો કેમિકલ પ્લાન્ટ માટે રૂ. ૨૫ અબજ ડોલરનું રોકાણ કરશે.

(3:34 pm IST)
  • ગુજરાતના દરિયાકાંઠે મોટાભાગની 12,500 બોટો લાંગરી દેવામાં આવી છે : રાજ્ય સરકાર કોઈપણ સ્થિતિને પહોંચી વળવા તૈયાર હોવાનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છમાં જાહેર કર્યું છે access_time 8:49 pm IST

  • 'મહા ' વાવાઝોડાની અસરરૂપે આવતીકાલે ગુજરાતના અમદાવાદ,આણંદ ,સુરત,અને ભરૂચ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ,ગીર-સોમનાથ,અમરેલી,ભાવનગર,બોટાદ,પોરબંદર અને રાજકોટમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડશે : 7મીએ ગુરુવારે સૌરાષ્ટ્રના બોટાદ,ભાવનગર તથા ગુજરાતના અમદાવાદ,આણંદ ,સુરત,ભરૂચ અને વડોદરા જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેમ હવામાન ખાતાએ જાહેર કર્યું છે access_time 8:45 pm IST

  • પોરબંદર ચોપાટી ઉપર જવામાં પ્રતિબંધ : પોરબંદર 'મહા' વાવાઝોડાની સંભાવના સામે તકેદારીના પગલારૃપે પોરબંદર ચોપાટીના દરિયાકાંઠે નહી જવા તંત્ર દ્વારા પ્રતિબંધ મુકી દેવામાં આવેલ છે. આ પ્રતિબંધ તા. ૬ થી ૮ સુધી રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે. access_time 8:50 pm IST