દેશ-વિદેશ
News of Tuesday, 5th November 2019

સઉદી પ્રિન્સની મહત્વાકાંક્ષી આર્થિક પહેલઃ જાયન્ટ IPO લાવશેઃ અરામકો કંપની ૧૦૦ બિલિયન ડોલર ઉભા કરશે

અરામકો ભારતમાં ૨૫ અબજ ડોલરનું રોકાણ કરશેઃ રિફાઇનરી-પેટ્રોકેમીકલ મૂખ્ય...

સાઉદી, તા.પઃ દુનિયાની સૌથી વધુ કમાણી કરતી કંપની સઉદી અરામકો સૌથી મોટો પબ્લિક ઇસ્યૂ લાવી રહી છે.

સઉદી પ્રિન્સની સૌથી મહત્વાકાંક્ષી આર્થિક પહેલ અત્યાર સુધી એનર્જી જાયન્ટ અરામકોને સ્ટોક માર્કેટમાં લઇ જવાની રહી છે. વર્ષોના વિલંબ બાદ આખરે અરામકોના આઇપીઓની જાહેરાત કરવામાં આવી હતી. અરામકોના એક ભાગના વેચાણ પાછળ પ્રિન્સ મોહંમદ સઉદી અરેબિયા માટે ક્રાંતિકાર પરિવર્તન લાવવા માંગે છે.

લીસ્ટીંગનું કદ હજુ જાહેર થયું નથી પરંતુ એવી આશા છે કે તે ૧૦૦ બિલિયન ડોલર ઉભા કરશે. બે ટ્રિલિયન ડોલરના કંપનીના વેલ્યુએશન પર આધારીત આંકડા હવે અવાસ્તવિક જણાય છે.

ક્રાઉન પ્રિન્સ એવી કોશિશ કરી રહ્યા છે કે કંપનીની વેલ્યુ બે ટ્રિલિયન ડોલરની મર્યાદાને ટચ કરી જશે. વર્તમાનમાં વેલ્યુ અનુસાર એપલ અને માઇક્રોસોફટ દુનિયાની સૌથી મોટી કંપનીઓમાં એક છે છે તેની માર્કેટ વેલ્યુ અંદાજે ૧ ટ્રિલિયન ડોલર થવા પામે છે. આઇપીઓ ઇસ્યુ થવા પર કંપનીની માર્કેટ વેલ્યુ ૧.૫ ટ્રિલિયન ડોલરને આંબી જશે. સઉદી અરામકો ૧-ર ટકા શેર જ લિસ્ટ કરવા ઇચ્છે છે જેનાથી કંપની ૩૦ થી ૪૦ અબજ ડોલરનું ભંડોળ પ્રાપ્ત કરી શકશે. જો કંપની ૨પ અબજ ડોલરથી વધુ ફંડ પ્રાપ્ત કરવામાં કામિયાબ રહેશે તો આ એક પ્રકારનો રેકોર્ડ સર્જાશે. અત્યારે આ રેકોર્ડ ચાઇનીઝ ઇ-કોમર્સ કંપની અલીબાબાના નામે છે. ૨૦૧૪માં આઇપીઓ ઇસ્યુ કરીને તેણે ૨૫ અબજ ડોલર એકત્ર કર્યા હતા. સઉદી અરામકો ભારતમાં પણ મોટા પાયે રોકાણ કરવાની તૈયારીમાં છે. તે રીફાઇનરી અને પેટ્રો કેમિકલ પ્લાન્ટ માટે રૂ. ૨૫ અબજ ડોલરનું રોકાણ કરશે.

(3:34 pm IST)