Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ચિપ્સની ફેકટરીમાં ફ્રાન્સથી ગયેલા બટાટાની ખેપમાંથી પહેલા વિશ્વયુદ્ધનો ગ્રેનેડ મળ્યો

ખેપમાંથી મળેલો આ ગ્રેનેડ જર્મનનો હોવાનું બહાર આવ્યુઃ આ ગ્રેનેડ આઠ સેમી પહોળો અને વજન એક કિલો છે

પેરિસ તા .૪: હોંગકોંગની એક ચિપ્સ બનાવતી ફેકટરીમાં આયાત કરવામા આવેલા બટાટાની ખેપમાંથી પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન વપરાયેલો  એક ગ્રેનેડ મળી આવ્યો છે. આ અંગે એવુ જણાવવામા આવી રહ્યુ છે કે આ ગ્રેનેડ આઠ સેમી પહોળો અને  વજન એક કિલો છે તેમજ તે જર્મન બનાવટનો હોવાનું બહાર આવ્યુ છે.

આ અંગે પોલીસે જણાવ્યુ હતુ કે હાલ આ ગ્રેનેડને નિષ્ક્રીય બનાવી દેવામા આવ્યો છે. કાલ્બી સેન્કસ ફેકટરીમાં તાજેતરમાં મળી આવેલા આ ગ્રેનેડના કારણે ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. જોકે અધિકારીઓએ તેને સુરક્ષિત રીતે નિષ્ક્રીય બનાવી દીધો છે. આ અંગે વડા વિલ્ફેડ વોંગ હો-હોને જણાવ્યુ હતુ કે ગ્રેનેડની હાલત કોઈ સારી જણાતી ન હતી. તેની પીન ખુલી ગયેલી હતી પણ તેમ છતાં ગ્રેનેડ ફાટ્યો ન હતો. વોંગે વધુમાં જણાવ્યુ હતુ કે આ ગ્રેનેડનું વજન એક કિલોગ્રામ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે એવુ લાગી રહ્યુ છે કે આ ગ્રેનેડ બટાટા સાથે ફ્રાન્સની પૂર્વ યુદ્ધ ભૂમિ પરથી અહિ આવ્યો હશે. બીજી તરફ હોંગકોંગની પોલીસ જુના વિસ્ફોટોને લાંબા સમયથી નિષ્ક્રીય કરી રહી છે.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હુમલાખોરોએ જાપાનીઓને ખદેડવા માટે અહિના અનેક શહેરોમા અમેરિકન બોંબમારો કર્યો હતો. થ્ગત વર્ષે પણ બોંબ નિરોધક ટીમે બીજા વિશ્વયુદ્ધસના તબકકાના ત્રણ મોટા બોંબને નિષ્કીય કર્યા હતા. જેમંાથી બે બોંબ વ્યસત વાંચાઈ જિલ્લામાંથી મળી આવ્યા હતા. આ સ્થળે એક નવા મેટ્રો રેલવે સ્ટેશનનું કામ ચાલતુ હતુ. એમ કહેવામા આવે છે કે પહેલુ વિશ્વયુદ્દ ૧૯૧૪થી ૧૯૧૮ એટલે કે ૫૨ મહિન ાસુધી ચાલ્યુ હતુ.આ લડાઈમાં ત્રણ મહાદ્વિપો યુરોપ, એશિયા અને આફિકાના દરિયા, ધરતી અને આકાશમાં લડાઈ હતી. આ યુદ્ધ વખતે લગભગ અડધુ વિશ્વ હિંસાની ચપેટમંા આવી ગયુ હતુ.તેમજ આ યુદ્ધમાં લગભગ એક કરોડ લોકોના મોત થયા હતા. અને બાદમાં ઘવાયેલા કરોડો લોકો મહામારીની ચપેટમાં આવતા વિશ્વના અનેક દેશમાં રોગચાળો ફેલાયો હતો. (૯.૬)

(3:36 pm IST)