Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

સાઉદી અરેબિયામાં 21 લોકોના મૃત્યુ થતા મક્કા મદીનામાં 24 કલાક માટે કર્ફ્યુ લગાવવામાં આવ્યું

નવી દિલ્હી: સાઉદી અરબ (Saudi Arabia) મક્કા (Mecca) અને મદીના (Medina)માં 24 કલાક કર્ફ્યૂ લગાવી દીધું છે. પગલું ઘાતક કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે સાવધાનીના ભાગરૂપે ભરવામાં આવ્યું છે. સમાચાર એજન્સી સિન્હુઆએ ગુરૂવારે આંતરિક મંત્રાલયના અધિકારીનો હવાલો આપતા કહ્યું, 'કર્ફ્યૂ બે શહેરોના તમામ ભાગમાં પ્રભાવી રહેશે, જેમાં પ્રવેશ અને બહાર નિકળવાનો પ્રતિબંધ જારી રહેશે.'

                 બંન્ને શહેરોના લોકોના માત્ર જરૂરીયાત વસ્તુઓ માટે પોતાના ઘરમાંથી બહાર નિકળવાની મંજૂરી આપવામાં આવી છે, જેમ કે દવા, ખાવાનો સામાન, જેની સમય સીમા છે દરરોજ સવારે 6 કલાકથી લઈને બપોરે 3 કલાક સુધીસ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ગુરુવારે સુધી મહામારીથી સંક્રમિતોની સંખ્યા 1885 થઈ ગઈ છે અને 21 લોકોના મોત થયા છે.

(6:03 pm IST)