Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

આ સપ્ટેબરથી સૌથી મોટા ટેલિસ્કોપની મદદથી ચીન કરશે એલિયન્સની શોધ

નવી દિલ્હી: ચીન સતત દુનિયાને પોતાની નીતનવી હરકતો દ્વારા દુનિયાને પરેશાનીમાં મૂકી રહ્યું છે. ચીને હવે નિર્ણય લીધો છે કે, તે એલિયન્સની શોધ શરૂ કરશે. તેના માટે તે સૌથી મોટા ટેલિસ્કોપની મદદ લેશે. તેના માટે એક્સ્ટ્રાટેરેસ્ટ્રીયલ ઇન્ટેલિજન્સ (SETI)ના વૈજ્ઞાનિકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

 

            SETIના વૈજ્ઞાનિકોએ અંતરિક્ષમાં એલિયન્સને શોધવા માટે પાંચસો મીટર અપર્ચર સ્ફેરીકલ ટેલિસ્કોપ(FAST)ની મદદ લેવાની યોજના બનાવી રહી છે. સત્તાવાર રીતે આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ચીનના વૈજ્ઞાનિક એલિયન્સની શોધમાં લાગી જશે.

(6:12 pm IST)