Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

કોરોનાના ભયના કારણોસર લોકો ચિકનથી બનાવી રહ્યા છે અંતર

નવી દિલ્હી: કોરોનાનો ડર એવો ફેલાયો છે કે હવે લોકો ચિકનથી અંતર બનાવવા લાગ્યા છે. પણ ચિકન ખાનારાઓ તેના જેવો જ સ્વાદ માનવા માટે ક્યારેક સોયા તો ક્યારેક ચાંપાની પાછળ દોડે છે. હાલના દિવસોમાં ચાંપા ચિકન પ્રેમીઓની પહેલી પસંદ બન્યું છે. ચિકન અને કોરોનાનું કોઈ કનેક્શન જોવા મળ્યું નથી. છતાં લોકોમાં ચિકન ખાવાને લઈને ડર પેદા થયો છે. હવે લોકો ચિકનના સ્થાને ચાંપા વધારે મહત્વ આપી રહ્યા છે. ચાંપાને જેકફ્રૂટ પણ કહેવામાં આવે છે. અચાનક તેની માગ વધી જવાને લીધે તેની કિંમત પણ વધી ગઈ છે.

           પરિસ્થિતિ એવી બની ગઈ છે કે, અત્યાર સુધીમાં જે ચાંપા બજારમાં 50 રૂપિયે કિલો સુધી મળતા હતા, તે હવે 120 રૂપિયે કિલો સુધી વેચાઈ રહ્યા છે. ચિકનના બદલે લોકોનો ચાંપા પ્રત્યેના પ્રેમનું કારણ એ છે કે, તેનો સ્વાદ નોનવેજ જેવો લાગે છે. ચાંપા ભારતના દક્ષિણના તટો પર થનારું ફળ છે, જેને શાકાહારી અને વિગન લોકો ખાવાનું વધારે પસંદ કરે છે. ભારતમાં તેને માંસાહારના એક વિકલ્પ તરીકે જોવામાં આવે છે. પશ્ચિમિ દેશોમાં ચાંપા પોર્કના સ્થાને લોકોનું પસંદગીનું વિકલ્પ બન્યું છે. લોકો પિત્ઝા ટોપિંગના રૂપમાં પણ તેનો ઉપયોગ કરે છે.

(6:11 pm IST)