Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

બાલીના ઝૂમાં જિરાફનું બચ્ચું જન્મ્યું, નામ પડયું 'કોરોના'

ઇન્ડોનેશિયાના બાલીમાં આવેલા સફારી પાર્કમાં સોફી નામની માદા જિરાફે એક બચ્ચાને જન્મ આપ્યો છે. કોરોનાને કારણે હાલમાં સફારી પાર્કમાં કોઇ વિઝિટર્સને એન્ટ્રી આપવામાં નથી આવતી. બાકી ઘણી વાર જિરાફની ડિલિવરી થતી હોય એ દરમિયાન અનેક પ્રાણીપ્રેમીઓ એ ઘટના જોવા આવતા હોય છે. કોરોનાકાળમાં ઝૂમાં આવેલા નવા મહેમાનું નામ યાદગીરી રહે એ માટે 'કોરોના' પાડવામાં આવ્યું છે.

(2:37 pm IST)