Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

અફઘાનિસ્તાનમાં રસ્તા પર બોંબ વિસ્ફોટ થતા 6 બાળકો સહીત 8ના મૃત્યુથી અરેરાટી

નવી દિલ્હી:દક્ષિણી અફઘાનિસ્તાનમાં આજ રોજ રસ્તા પર બોંબ વિસ્ફોટ થતા 6 બાળકો સહીત આંઠ લોકોના મૃત્યુ નિપજતા અરેરાટી મચી જવા પામી છે હેલમંડ પોલીસના પ્રવક્તા જમાન હમદર્દ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મૃતક બધા લોકો એકજ પરિવારના હોવાનું માલુમ પડી રહ્યું છે.

          હમદર્દએ જણાવ્યું છે કે પરિવાર પોતાની ગાડીને લઈને દક્ષિણી જિલ્લાના ગ્રેશકથી નીકળ્યા હતા ત્યારેજ તેમની કાર અથડાઈ અને તેમાં એક પરિવારના 8 લોકોના મૃત્યુ નિપજ્યા છે.હજુ સુધી હુમલાની જવાબદારી કોઈ પણ સંગઠનદ્વારા લેવામાં આવી નથી.

(5:59 pm IST)
  • આવતીકાલે 1 એપ્રિલ : " એપ્રિલફૂલ ડે " : હાલના વિકટ સંજોગોમાં અફવા ફેલાવનાર ઉપર કાયદેસર કાર્યવાહી કરાશે : મહારાષ્ટ્ર સરકાર access_time 4:25 pm IST

  • ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા ૬૧ મિલીયન પાઉન્ડના પેકેજની ઘોષણા : કોરોના વાઇરસની આર્થિક અસર સામે લડવા માટે ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ ૬૧ મીલીયન પાઉન્ડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. ખેલાડીઓનો પગાર પણ કાપવામાં નહી આવે તેવી જાહેરાત કરવામાં આવી છે. access_time 1:09 pm IST

  • દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 1946એ પહોંચી :1726 એક્ટિવ કેસ : 167 દર્દીઓ સ્વસ્થ થયા : 56 લોકોના મોત લોકડાઉનનું પાલન કરવા અને ઘરની બહાર અહીં નીકળવા અપીલ : બાળકો અને વૃધ્ધોની વિશેષ તકેદારી રાખવી હિતાવહ access_time 9:05 pm IST