દેશ-વિદેશ
News of Wednesday, 1st April 2020

અફઘાનિસ્તાનમાં રસ્તા પર બોંબ વિસ્ફોટ થતા 6 બાળકો સહીત 8ના મૃત્યુથી અરેરાટી

નવી દિલ્હી:દક્ષિણી અફઘાનિસ્તાનમાં આજ રોજ રસ્તા પર બોંબ વિસ્ફોટ થતા 6 બાળકો સહીત આંઠ લોકોના મૃત્યુ નિપજતા અરેરાટી મચી જવા પામી છે હેલમંડ પોલીસના પ્રવક્તા જમાન હમદર્દ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મૃતક બધા લોકો એકજ પરિવારના હોવાનું માલુમ પડી રહ્યું છે.

          હમદર્દએ જણાવ્યું છે કે પરિવાર પોતાની ગાડીને લઈને દક્ષિણી જિલ્લાના ગ્રેશકથી નીકળ્યા હતા ત્યારેજ તેમની કાર અથડાઈ અને તેમાં એક પરિવારના 8 લોકોના મૃત્યુ નિપજ્યા છે.હજુ સુધી હુમલાની જવાબદારી કોઈ પણ સંગઠનદ્વારા લેવામાં આવી નથી.

(5:59 pm IST)