Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

વડોદરામાં કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને કોર્પોરેશનદ્વારા સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી

વડોદરા: શહેરમાં હાલમાં કોરોના રોગચાળો વ્યાપક બન્યો છે ત્યારે સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા વડોદરા સહિત તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનને શહેરી વિસ્તારમાં સઘન સફાઇ ઝુંબેશ હાથ ધરવા સૂચના અપાઇ છે.

હાઉસિંગ અને નિર્મળ ગુજરાતના સચિવ દ્વારા તમામ મ્યુનિસિપલ કમિશનરને લખેલા પત્રમાં કહ્યું છે કે હાલ રાજ્ય કોરોનારોગચાળાની અસર હેઠળ છે. રોગચાળા નિયંત્રણ થાય તે માટે શહેરી વિસ્તારમાં સફાઈ નિયમિત થાય તે જરૂરી છે. શહેરી વિસ્તારમાં સફાઇના પ્રશ્નો ઊભા થયા હોવાની રજૂઆતો ધ્યાને આવી છે.

(5:54 pm IST)