Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

હવે અગાસીએ જતા ય ચેતજો :અમદાવાદમાં ડ્રોન કેમેરામાં દેખાયેલ લોકોને ઝડપી પાડવા કવાયત

મધર મિલ્ક પાસે સત્કાર ફ્લેટના એ બી અને સી બ્લોકના ધાબા પર ભેગા થયેલ લોકોની તપાસ

અમદાવાદ : વસ્ત્રાપુરમાં જજીસ બંગ્લોઝ પાસે આવેલા મધર મિલ્ક પાસે સત્કાર ફ્લેટના એ બી અને સી બ્લોક ના ધાબા પર કેટલાક અજાણ્યા શખ્સો લાઈટના અજવાળે ભેગા થયા હોવાનું ડ્રોન દ્વારા પોલીસને જાણવા મળ્યું હતું.

  જોકે પોલીસ પહોંચે તે પહેલા આ શખ્સો ભાગી ગયા હતા. તેમ છતાં પોલીસે ડ્રોન કેમેરામાં પડેલા ફોટાને આધારે આ શખ્સોની તપાસ હાથ ધરી છે. આ વાઇરસની મહામારી હોવા છતાં અને લોકડાઉનની સ્થિતિ હોવા છતાં લોકો હવે સોસાયટીના કમ્પાઉન્ડમાંથી ટેરેસ પર એકઠા થવા લાગ્યા છે. જેને પગલે પોલીસે હવે વિસ્તારોમાં ડ્રોનની મદદથી આવા લોકોને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

(1:06 pm IST)