Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટીતંત્ર દ્રારા કેવડિયા અને આજુબાજુના વિસ્તારમાં જીવન જરૂરી ચીજ વસ્તુની કીટનું વિતરણ કરાયું

પ્રત્યેક ઘરે આજે કિટનું વિતરણ કરવામાં આવ્યું જેમાં ઘઉંનો લોટ,ચોખા,ખાંડ,તુવેર દાળ,ચા,મીઠું,તેલ સહિતની વસ્તુઓ અપાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી ન માત્ર પ્રવાસન સ્થળ છે,તેનાથી પણ વધીને સ્થાનિકોના જીવનમાં ઉજાશ પાથરવાનો રાજય સરકારનો સંનિષ્ઠ પ્રયાસ છે.આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટીતંત્ર દ્રારા સાવ છેવાડાના માનવીઓનાં જીવનમાં ઉજાશ પાથરવા માટે જીવન જરૂરીયાતની કિટનું વિતરણ souની ટીમ મારફતે કરવામાં આવ્યું છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવેલ તમામ ગામોની પ્રજાનો સર્વાંગી વિકાસ એજ એક માત્ર ધ્યેય રાજય સરકારનો રહેલો છે.
કીટ વિતરણ વખતે લાભાર્થી પ્રજાજનોનાં ચહેરા પર ખુશીનું સ્મિત જોઈને અધિકારી અને કર્મચારીઓના દિલમાં સંતોષની લાગણી ફેલાઇ હતી.આ તકે હંમેશા આ વિસ્તારની પ્રજા સાથે રહેવાના કૉલ પણ વહિવટીતંત્ર તરફથી અપાયા હતા.સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ જિલ્લા પંચાયત તરફથી તલાટી સહિતના કર્મીઓ પણ હાજર રહ્યા હતા.

(8:25 pm IST)