Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

સુરતની આયુષ હોસ્‍પિટલમાં આગ લાગતા દોડધામ

સુરતમાં આવેલા ડોક્‍ટર હાઉસના પાંચમા માળે આવેલી આયુષ હોસ્‍પિટલમાં આગ લાગી હતી. હોસ્‍પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગી હતી. આગ મોડી રાત્રે શોર્ટ સર્કિટ થવાથી લાગી હતી. હોસ્‍પિટલમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી.

આગ લાગી તે સમયે વોર્ડમાં ૧૨ કોરોનાના દર્દી સારવાર હેઠળ હતા. જો કે સમયસર તેમને હોસ્‍પિટલમાંથી બહાર કાઢી અને અન્‍ય હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી.

 

(4:14 pm IST)