Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ડભોઈમાંથી પરણિત યુવતીનું અપહરણ ;અમદાવાદના ગેસ્ટ હાઉસમાં લઇ જઈ બળાત્કાર :આરોપીની ધરપકડ

પરિણીતાની તબિયત લથડતા ડભોઇ હોસ્પિટલમાં દાખલ કરાઈ

વડોદરા :વડોડરાના ડભોઈમાંથી પરિણીતાનું અપહરણ કરીને અમદાવાદના ગેસ્ટ હાઉસમાં લઇ જઈને બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

આ અંગે મળતી વિગત મુજબ ડભોઇ રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી એક પરિણીત યુવતીનું અપહરણ કરીને અમદાવાદના એક ગેસ્ટહાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ દાખલ કરાઈ છે

  પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. યુવતીની તબિયત લથડતા તેણીને ડભોઇ  હોસ્પીટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. યુવતી દ્વારા ડભોઇ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાઇ છે.

(11:20 pm IST)