Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

કઠલાલ તાલુકાના પહાડ ગામે ખોટું પેઢીનામું કરાવી કૌટુંબિક ભાઈનું નામ કાઢી નાખતા ઝઘડો: ફરિયાદના આધારે અદાલતે 3-3 વર્ષની સજાને યથાવત રાખી

કઠલાલ: તાલુકાના પહાડ ગામમાં કૌટુંબીક ભાઈ જીવતા હોવા છતાં નિવર્સ ગુજરી ગયા હોવાનું ખોટુ પેઢીનામુ કરવી જમીનમાંથી નામ કમી કરવાના કારસ્તાનમાં સંડોવાયેલા ત્રણને કઠલાલ કોર્ટે કસુરવાર ઠેરવી ત્રણ ત્રણ વર્ષની કેદની સજા ફટકારી હતી. તેમણે નડિયાદ સેસન્સ કોર્ટમાં નિચલી કોર્ટના ચુકાદાને પડકારતી અપીલ કરી હતી. જે સેસન્સ કોર્ટમા ચાલી જતાં સેસન્સ કોર્ટે નિચલી કોર્ટનો ચુકાદો માન્ય રાખી અપીલને કાઢી નાખી હતી. 

મળતી માહિતી મુજબ કઠલાલ તાલુકાના પહાડ ગામમાં રહેતાં હિંમતભાઈ ડાહ્યાભાઈ સોલંકીએ પોતાના કૌટુંબીક ભાઈ મણીભાઈ શનાભાઈની સર્વે નં ૧૫ પૈકીની બેમાંથી નામ કમી કરાવવા કારસ્તાન કર્યુ ંહતુ.ગામના બે પંચો ચંદ્રકાન્ત જોશી અને જ્યોતિન્દ્ર મહેતાની મદદથી મણીભાઈ શનાભાઈ નિર્વસ ગુજરી ગયા હોવાનું ખોટુ પેઢીનામુ બનાવી મામલતદાર કચેરીમાં મૂકી આ જમીનમાંથી મણીભાઈ શનાભાઈનું નામ કમી કરાવી નાખ્યુ હતી. તેની જાણ મણીભાઈને થતાં તેમણે કઠલાલ પોલીસમાં સન ૨૦૧૪માં ફરિયાદ આપી હતી. પોલીસે ઈપીકો કલમ ૪૬૫,૪૬૬,૪૬૭,૪૬૭,૪૭૧,અને ૧૧૪ મુજબ ગુનો નોંધી હિંમતભાઈ ડાહ્યાભાઈ સોલંકી, ચંદ્રકાન્ત જોશી અને જ્યોતિન્દ્ર મહેતાની ધરપકડ કરી ચાર્જશીટ કઠલાલ કોર્ટમા રજૂ કરી હતી. આ કેસ કઠલાલ જેએમએફસી કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે ત્રણેયને કસુરવાર ઠેરવી ત્રણ-ત્રણ વર્ષની સજા નો હુકમ કર્યો હતો. 

(5:39 pm IST)