Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

જંબુસરમાં સાયન્સ કોલેજમાં પ્રેક્ટિકલ વેળાએ સોડિયમ કેમિકલ ઉડતા બે વિદ્યાર્થીઓ દાઝ્યા

જે.એમ. શાહ સાયન્સ કોલેજ ખાતે લેબમાં બનાવ ;બંને છાત્રોને વડોદરા ખસેડાયા

જંબુસરની જે.એમ.શાહ સાયન્સ કોલેજમાં પ્રેકટીકલ વેળાએ સોડીયમ નામનું કેમિકલ ઉડતાં બે વિદ્યાર્થીઓ દાઝી ગયાં હતાં. તેમને સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યાં છે.

  આ અંગેની વિગત મુજબ જંબુસર જે.એમ. શાહ સાયન્સ કોલેજ ખાતે લેબમાં દ્રીતીય વર્ષના કેમેસ્ટ્રી વિષયનું પ્રેકટીકલ ચાલી રહયાં હતાં. તે દરમિયાન અચાનક સોડીયમ નામના કેમિકલમાં ધડાકો થયો હતો. આ ઘટનામાં નજીકમાં ઉભેલાં નોમાન અફીણવાલા તથા યશરાજસિંહના શરીર પર કેમિકલ ઉડતાં તેઓ દાઝી ગયાં હતાં. જે.એમ શાહ સાયન્સ કોલેજમાં યુનિવર્સિટી માન્ય ક્વોલીફાઇડ સ્ટાફ નથી અને શૈક્ષણિક કાર્ય ભગવાન ભરોસે ચાલતું હોવાના આક્ષેપો થઇ રહયાં છે. બંને વિદ્યાર્થીઓને સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યાં છે.

 આ બિલ્ડીંગમાં જનતા કેળવણી મંડળ ધ્વારા સંચાલિત લલિતાગોરી પ્રિ.પ્રાયમરીના વર્ગ પણ ચાલી રહયાં છે. આજે બનાવ બન્યો ત્યારે પણ ઉપરના માળે ભૂલકાંઓ અભ્યાસ કરી રહયાં હતાં. સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી. વિદ્યાર્થીઓની સલામતી માટે પુરતા પગલા ભરવાની માંગ ઉઠી છે.

(10:22 pm IST)