Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

પારડી પોલીસે ફરી એક સાથે 45 દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા

રેન્જ આઇજી રાજકુમાર પાંડિયનની સૂચના અને વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદિપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પારડી પીએસઆઇ બી. એન. ગોહિલનો બુટલેગરો પર સપાટો

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : પારડી પોલીસે ફરીથી પારડી તાલુકા વિસ્તારમાં ધમધમતા 45 જેટલા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. આ દરોડામાં તેમણે 30 જેટલા આરોપીઓને પકડી પાડ્યા છે.
રેન્જ આઇજી રાજકુમાર પાંડિયનની સૂચના અને વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદિપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પારડી પીએસઆઇ બી. એન. ગોહિલે તેમના પારડી પોલીસ મથકની હદમાં ધમધમતા 45 જેટલા અડ્ડા પર દરોડા પાડ્યા હતા. જેમાં તેમને 13 ઘરોમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે અન્ય 8 કેસ રસ્તામાં દારૂ લઇ જનારાના કર્યા હતા. અકિલા સાથેની વાતચિતમાં પીએસઆઇ ગોહિલે જણાવ્યું કે, આ તમામ કેસો પૈકી તેમણે કુલ 30 આરોપીઓને પકડી પાડ્યા છે.
31મી ડિસેમ્બર પહેલા પારડી પોલીસના આ દરોડાના પગલે શરાબ રસિયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે

(6:51 pm IST)
  • શું જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી શાળા- કોલેજો ખુલશે?: ધો.૧૦- ૧૨ની પરીક્ષાઓ અંગે પણ જાહેરાતની સંભાવના : જાન્યુઆરી માસમાં શરૂ થઇ શકે છે સ્કુલ-કોલેજઃ જાન્યુ.નાં પ્રથમ સપ્તાહમાં શરૂ થઇ શકે છે તમામ સ્કુલોઃ ૧૫ મી જાન્યુ.થી શરૂ થઇ શકે છે તમામ કોલેજોઃ રાજયની તમામ યુનિવર્સિટી પણ ધમધમતી કરવાનો વ્યૂહઃ કોરોના કંટ્રોલમાં આવતા સરકાર કરી રહી છે વિચારણાઃ ધો.૧૦-૧૨ની પરીક્ષા અંગે પણ ટૂંકસમયમાં થઇ શકે છે નિર્ણયઃ અન્ય ધોરણોમાં માસ પ્રમોશન અંગે પણ થઇ શકે છે વિચારણાઃ કેબિનેટમાં રાજય સરકાર નિર્ણય લેશેઃ ટુંક સમયમાં જાહેરાત થાય તેવી સંભાવના (મંતવ્ય ન્યુઝનો અહેવાલ) access_time 3:20 pm IST

  • સરકાર સમય અને સ્થળ બતાવે, અમે વાતચીત માટે તૈયાર પણ હટશૂ નહીં : કિસાન નેતા રાકેશ ટિકૈતનું એલાન : કૃષિ કાયદાના વિરોધમાં યુપીથી જોડાયેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે સરકારની નિયત પર સવાલ ઉઠાવ્યા : ટિકૈતે કહ્યું કે ખેડૂત આંદોલનને લઇને સરકાર ગંભીર નથી : અમે વાતચીત માટે તૈયાર છીએ હવે સરકારે સમય અને સ્થળ બતાવે , પરંતુ સરકાર ખેડૂતો સાથે રમત કરી રહી છે access_time 11:56 pm IST

  • ગુજરાત રાજયસભાની બે બેઠકોની ચૂંટણી અલગ અલગ તારીખોએ કરવા ચૂંટણીપંચે આદેશ આપ્યો છે : તારીખો હવે પછી જાહેર થશે access_time 5:02 pm IST