ગુજરાત
News of Monday, 21st December 2020

પારડી પોલીસે ફરી એક સાથે 45 દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા

રેન્જ આઇજી રાજકુમાર પાંડિયનની સૂચના અને વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદિપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પારડી પીએસઆઇ બી. એન. ગોહિલનો બુટલેગરો પર સપાટો

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : પારડી પોલીસે ફરીથી પારડી તાલુકા વિસ્તારમાં ધમધમતા 45 જેટલા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. આ દરોડામાં તેમણે 30 જેટલા આરોપીઓને પકડી પાડ્યા છે.
રેન્જ આઇજી રાજકુમાર પાંડિયનની સૂચના અને વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદિપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પારડી પીએસઆઇ બી. એન. ગોહિલે તેમના પારડી પોલીસ મથકની હદમાં ધમધમતા 45 જેટલા અડ્ડા પર દરોડા પાડ્યા હતા. જેમાં તેમને 13 ઘરોમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે અન્ય 8 કેસ રસ્તામાં દારૂ લઇ જનારાના કર્યા હતા. અકિલા સાથેની વાતચિતમાં પીએસઆઇ ગોહિલે જણાવ્યું કે, આ તમામ કેસો પૈકી તેમણે કુલ 30 આરોપીઓને પકડી પાડ્યા છે.
31મી ડિસેમ્બર પહેલા પારડી પોલીસના આ દરોડાના પગલે શરાબ રસિયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે

(6:51 pm IST)